BREAKING NEWS

ભાજપમાં સેન્સમાં ઉભરી આવેલા નામોના બદલે પેનલમાં અન્ય નામો ઘુસાડી દેવાયા મુદ્દે ભડકો

  • April 09, 2026 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે શાસક પક્ષ ભાજપમાં ઉમેદવારોની પસંદગીને લઈ ભારે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિતના મહાનગરો અને વિવિધ જિલ્લા–તાલુકાઓમાં ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોએ પોતાના માનીતા ઉમેદવારોને ગોઠવવા માટે ધમપછાડા કરતા પાયાના કાર્યકરોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.તો આવા જ કારણોસર ટિકિટ ફાળવણીમા વિલબં થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મળતી જાણકારી મુજબ, સુરત, રાજકોટ, જામનગર અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નિરીક્ષકો દ્રારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાનો હેતુ પાયાના અને જનતામાં લોકપ્રિય હોય તેવા ચહેરાઓને તક આપવાનો હતો. જોકે, સંકલન બેઠકોમાં યારે પેનલો તૈયાર કરવામાં આવી, ત્યારે અનેક બેઠકો પર સેન્સ દરમિયાન ઉભરી આવેલા નામોને બાજુએ રાખીને સ્થાનિક ધારાસભ્યોએ પોતાની પસંદગીના નામો ઘુસાડી દીધા હોવાના આક્ષેપો થયા છે. આ આંતરિક અસંતોષ એટલી હદે વકર્યેા છે કે અનેક સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ સીધા મંત્રીનિવાસ સુધી પહોંચીને પોતાની રજૂઆત કરી છે. પ્રભારી મંત્રીઓ સામે પણ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પરિસ્થિતિ વણસતા કેટલીક જગ્યાએ ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયા હાલ પૂરતી અટકાવવાની ફરજ પડી હોવાનું જાણવા મળે છે.
આ વખતની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ૨૭ ટકા ઓબીસી અનામત લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત એસસી, એસટી અને ૩૩ ટકા મહિલા અનામતને કારણે સામાન્ય વર્ગની બેઠકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બિન–અનામત વર્ગ માટેની બેઠકો ઓછી થતા હવે બાકી રહેલી સામાન્ય બેઠકો પર પણ ઓબીસી ચહેરાઓને પ્રાધાન્ય આપવાની હિલચાલથી પક્ષમાં નવો વિવાદ છેડાયો છે. વર્ષ ૨૦૦૫થી ભાજપે જે સામાજિક એન્જિનિયરિંગનો પ્રયોગ કર્યેા હતો, તે હવે પક્ષ માટે ગળાનું હાડકું સાબિત થઈ રહ્યો છે. ગત મંગળવારથી શ થયેલી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વિવિધ જિલ્લા અને મહાનગરો માટે તબક્કાવાર સુનાવણી હાથ ધરવામાં આવી છે. બોર્ડ સમક્ષ રજૂઆત કરવામાં
આવી છે કે જો સ્થાનિક રજૂઆતોને ધ્યાને લીધા વગર માત્ર માનીતાઓને જ ટિકિટ આપવામાં આવશે, તો ચૂંટણીમાં પક્ષને નુકસાન વેઠવું પડી શકે છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ હાઈકમાન્ડ કાર્યકરોની નારાજગી દૂર કરવા માટે પેનલોમાં ફેરફાર કરે છે કે પછી શિસ્તના નામે જૂના જ જોગીઓને મેદાનમાં ઉતારે છે. ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થયા બાદ જ સ્પષ્ટ્ર થશે કે કોનું પત્તું કપાયું અને કોને લોટરી લાગી. અહીં નોંધવું જરી છે કે વર્ષ ૨૦૦૫ થી સામાન્ય બેઠકો પર ઓબીસી ની ટિકિટ આપવાની શઆત થઈ હતી હવે અનામત પછી પણ આગ્રહ રાખવામાં આવતા ધમાસણ મચી છે. સૌરાષ્ટ્ર્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આ ડખ્ખો વધ્યો છે તો મહાનગરો આ મામલે બાકાત રહી શકયા નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News