ઓસ્કાર વિજેતા ફિલ્મ 'સ્લમ ડોગ મિલિયોનેર'ની સિક્વલ બનશે

  • November 27, 2024 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલ્મ સ્લમડોગ મિલિયોનેર વર્ષ 2008માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ડેની બોયલે બનાવી હતી અને આ ફિલ્મે ઓસ્કાર એવોર્ડ જીતીને જબરદસ્ત સફળતા મેળવી હતી. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે આ ફિલ્મની સિક્વલ બની શકે છે. બ્રિજ 7 નામની કંપનીએ સ્લમડોગ મિલિયોનેરની ફિલ્મની સિક્વલ અને ટીવી રાઇટ્સ ખરીદી લીધા છે.
બ્રિજ 7 કંપની નેટફ્લિક્સના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ સ્વાતિ શેટ્ટી અને ભૂતપૂર્વ સીએએ એજન્ટ ગ્રાન્ટ કેસમેન દ્વારા રચાયેલી કંપની છે અને આ કંપનીએ સ્લમડોગ મિલિયોનેરનાં અધિકારો ખરીદ્યા છે. તેઓએ યુકે સ્થિત સલાડોર કંપની પાસેથી આ અધિકારો ખરીદ્યા છે અને ત્યારથી હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં સ્લમડોગ મિલિયોનેર ફિલ્મની સિક્વલ બની શકે છે. ડેની બોયલની મિલિયોનેર ફિલ્મ એક રિયાલિટી શો પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મમાં અનિલ કપૂરે શોના હોસ્ટની ભૂમિકા ભજવી હતી, જ્યારે દેવ પટેલ અને ફ્રીડા પિન્ટો ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. સ્લમડોગ ફિલ્મમાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા એક 18 વર્ષીય યુવક જમાલની વાર્તા કહેવામાં આવી હતી જે ક્વિઝ શો 'હૂ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનેર' જીતવામાં સફળ થાય છે.
ફિલ્મમાં માત્ર જૂના સ્ટાર્સ એટલે કે અનિલ કપૂર, ફ્રીડા પિન્ટો અને દેવ પટેલ જ જોવા મળશે કે પછી તેના આગામી પ્રકરણમાં તમામ નવા કલાકારોને તક આપવામાં આવશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. ફિલ્મ સાથે જોડાયેલી વધુ માહિતી હજુ સામે આવી નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મની સિક્વલનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application