રાજકોટ મહાનગરપાલિકાની ગાર્ડન શાખાએ ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડા સ્મશાન સુધી નહીં પહોંચાડાના કથિત કૌભાંડ મામલે વિજિલન્સ તપાસનો આદેશ કરવા વિપક્ષએ કમિશનરને આવેદનપત્ર પાઠવીને લેખિત માંગ કરી છે.
વિશેષમાં આ મામલે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને ઇનવર્ડ નં.૪૨૪૪, તા.૫–૯–૨૦૨૪થી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયા અને પ્રદેશ ડેલીગેટ રાજદીપસિંહ જાડેજાએ પાઠવેલા આવેદનપત્રમાં ગાર્ડન શાખાના સ્મશાન લાકડા કૌભાંડ અંગે વિજીલન્સ તપાસ કરવા માંગણી કરી છે. આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે આજરોજ જાણવા મળ્યા મુજબ ગાર્ડન વિભાગમાંથી જુદા જુદા સ્મશાનોમાં ૩૩ જેટલા ટ્રેકટરો લાકડા ભરીને મોકલવામા આવ્યા છે જેની અમારા દ્રારા બાપુનગરમાં આવેલ સ્મશાન કે જે સરદાર યુવા ગ્રૂપ દ્રારા સંચાલિત છે ત્યાં એક પણ ગાડી ગઈ નથી અને કોર્પેારેશનના રેકર્ડ ઉપર પાંચ ગાડી છે તો તેનો રેકોર્ડ અમોએ ચેક કરતા એકપણ ગાડી છેલ્લા મહિનામાં લાકડાની ગઇ નથી, જન્માષ્ટ્રીમાં વરસાદી માહોલની વચ્ચે જે મોટા વૃક્ષો કાપેલ તે કોર્પેારેશન દ્રારા કટીંગ કરાયેલા હોય તે રાજકોટ મહાનગરપાલિકાના કયા કયા સ્મશાન ગૃહોમા મોકલવામાં આવેલ તેની પણ વિગતો જાહેર કરવી જોઇએ અને રાજકોટ મહાનગરપાલિકાએ આ વૃક્ષોનું કટીંગ કરી અને લાકડા સ્મશાન ગૃહમાં મોકલાવામાં આવેલ હોય તો તેનો ખર્ચ પણ જાહેર કરવામાં આવે તેવી માંગ છે તેમ જણાવી ઉમેયુ છે કે આ કોન્ટ્રાકટ સોમનાથ એન્ટરપ્રાઇઝના હિરેન પટેલના નામે અપાયેલ છે અને છેલ્લા એક દસકા ઉપરથી આ સોમનાથ એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાકટ અપાયેલ છે તો તેના છેલ્લા ૧૦ વર્ષનો રેકર્ડ ચેક કરી વિજીલન્સ તપાસ કરી કસુર વાન જણાયે પોલીસ ફરીયાદ કરી નિયમ મુજબ કાર્યવાહી કરી બ્લેક લીસ્ટ જાહેર કરવામાં આવે તેવી માંગણી કરી છે
ગાર્ડન બ્રાન્ચના લાકડાના દરેક ફેરાનું ક્રોસ વેરિફિકેશન કરાઇ રહ્યું છે: ડે.કમિશનર
રાજકોટ મહાનગરપાલિકાની ગાર્ડન બ્રાન્ચનું કાર્યક્ષેત્ર જેમના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે તે ડેપ્યુટી કમિશનર સ્વપનીલ ખરેએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ શ કરાઇ છે જેમાં સૌપ્રથમ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે, શહેરમાં ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડાના કુલ ૨૮ ફેરા કોન્ટ્રાકટર એજન્સી મારફતે સ્મશાન સુધી પહોંચ્યા છે અને ફેરો ઠાલવ્યા બાદ સ્મશાન તરફથી અપાતી ૨૮ પહોંચ પણ રજુ થઇ છે. કુલ બે એજન્સી સોમનાથ એન્ટરપ્રાઇઝ અને જય કન્સ્ટ્રકશન દ્રારા આ કામગીરી કરાઇ હતી. બન્ને એજન્સી પાસેથી તમામ જરી વિગતો માંગવામાં આવી છે. ગાર્ડન બ્રાન્ચને મળેલી વૃક્ષને લગતી ૬૦૨ ફરિયાદોનો નિકાલ થયો છે પરંતુ તમામ વૃક્ષ પુરેપુરા ધરાશાયી થયા નથી, અમુક નમી ગયાની તો અમૂકના ડાળીઓ તૂટી ગયાની ફરિયાદો હતી. ડાળી કે ડાળખા તૂટા હોય તે સ્મશાનમાં મોકલવાના હોતા નથી. પૂં વૃક્ષ ધરાશાયી થયું હોય તો તેનું લાકડું કોન્ટ્રાકટર એજન્સી દ્રારા સ્મશાનએ મોકલાતું હોય છે. આમ છતાં દરેક બાબતનું ક્રોસ વેરિફિકેશન કરાશે તેમજ કોન્ટ્રાકટર બિલ મુકે ત્યારે પણ કઇં પણ શંકાસ્પદ જણાશે તો બિલ પેમેન્ટ અટકાવવા સહિતના ધોરણસરના શિક્ષાત્મક પગલાં લેવાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech