રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડ મીટીંગમાં વિપક્ષ કોંગ્રેસના નેતા વશરામ સાગઠીયા દ્રારા શહેરમાં રોગચાળાની સ્થિતિ અને ડેન્ગ્યુથી પત્રકારના પુત્ર સહિતના બેથી ત્રણ વ્યકિતના મોત નિપયા મામલે ચર્ચાની માગણી કરવામાં આવી હતી પરંતુ શાસકોએ પ્રશ્નકાળમાં પ્રથમ ક્રમે રહેલા સરકારે ફાળવેલી ગ્રાન્ટ અને તેમાંથી થયેલા વિકાસકામોના પ્રશ્નની વિસ્તૃત અને લંબાણપૂર્વક વોર્ડ વાઇઝ ત્યારબાદ એરીયા વાઇઝ ચર્ચા ચાલુ રાખતા વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો અને રોગચાળાની ચર્ચા કરવાની માગ સતત દોહરાવ્યે રાખી હતી. શાસકોએ રોગચાળાની ચર્ચા કરવાની માગ ફગાવી હતી અને ક્રમ મુજબ પ્રશ્નની ચર્ચા થશે તેમ જણાવ્યું હતું. ક્રમ મુજબની ચર્ચામાં વશરામ સાગઠીયાનો પ્રશ્ન સૌથી છેલ્લ ા ૧૮મા ક્રમે રાખવામાં આવ્યો હતો જેથી ક્રમ મુજબ ચર્ચા થાય તો તેમનો પ્રશ્ન ચર્ચામાં આવે તેમ ન હતો. વિપક્ષે રોગચાળા જેવા ગંભીર મામલે પક્ષા–પક્ષી રાખવાના બદલે શહેરીજનોના હીતમાં ચર્ચા કરવા માગ કરી હતી અને આરોગ્ય શાખા દ્રારા જાહેર કરવામાં આવતા રોગચાળાના આંકડા જુઠ્ઠા હોવાનો આક્ષેપ કર્યેા હતો. રોગચાળા મામલે ચર્ચાની માગણી કરતા શાસકો અને વિપક્ષ કરતા શાસકો અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને આક્ષેપબાજીનો દોર શરૂ થયો હતો આ વેળાએ વિપક્ષના નેતા વશરામ સાગઠીયા, કોર્પેારેટર કોમલબેન ભારાઇ અને ભાનુબેન સોરાણી સહિતનાઓએ રોગચાળાને લગતા બેનર સભાગૃહમાં ફરકાવ્યા હતાં. જેમાં રોગચાળાની સાચી વિગતો જાહેર કરવાની માગણી કરવામાં આવી હતી. રોગચાળાથી મૃત્યુ થયેલાના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે તેવા બેનર પર ફરકાવ્યા હતાં. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર વિપક્ષ સામે આક્રમક બન્યા હતાં અને સભાગૃહમાં આ પ્રકારે બેનર ફરકાવવા તે ગૃહની ગરીમાના ભગં સમાન હોય વિપક્ષના નગરસેવકોને સભાગૃહની બહાર ધકેલી દેવામાં આવે તેવી તેમણે મેયરને વિનંતી કરી હતી. મેયરે આ વિનંતી ગ્રાહ્ય રાખીને માર્શલને આદેશ કર્યેા હતો કે, વિપક્ષના કોર્પેારેટર દ્રારા ફરકાવવામાં આવી રહેલા બેનર જ કરીને તેમને ગૃહની બહાર લઇ જવામાં આવે. માર્શલના પ્રયાસો છતાં સાગઠિયા સહિતના કોર્પેારેટરો બહાર જતા ન હોય તેમને ધકકા મારીને સભાગૃહની બહાર ધકેલવામાં આવ્યા હતાં.
જનરલ બોર્ડ મિટિંગની સાથે સાથે...
– સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કોંગ્રેસે પાંચ વર્ષના શાસનમાં શું કયુ હતું તે યાદ કરી લ્યો અમને સલાહ ન આપો.
– પુષ્કર પટેલે વારંવાર વશરામ સાગઠીયાને બેસી જવા કહ્યું, સાગઠીયાએ કહ્યું મારો વારો ન આવે ત્યાં સુધી નહીં બેસુ.
– શાસક પક્ષના દંડક મનિષ રાડીયાએ કોંગ્રેસ ઉપર બેફામ પ્રહારો કર્યા.
– ભાજપના કોર્પેારેટર વિનુ ધવાએ વશરામ સાગઠીયાને કહ્યું વિકાસની ચર્ચા કરો, વિવાદને સ્થાન નથી.
– કોંગ્રેસે બેનરો ફરકાવતા જયમીન ઠાકરે કહ્યું ફિલ્મના શુટિંગની જેમ ફોટા પડી જશે એટલે કોંગ્રેસ રવાના થઇ જશે.
– મ્યુનિ. કમિશનર રજા પર હોય ડેપ્યુટી કમિશનર સ્વપ્નીલ ખરેએ પ્રશ્નોના જવાબ આપ્યા.
– નાગરિક બેન્કની ચૂંટણીમાં વિજેતા થઇ દેવાંગ માંકડ બોર્ડ મિટિંગમાં આવતા નગરસેવકોએ અભિનંદન પાઠવ્યા.
– પ્રેક્ષક ગેલેરીમાં કડક ચેકીંગ અને નિયમોનો અમલ કરાવતા પાંખી હાજરી જોવા મળી.
– કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા બોર્ડ મિટિંગમાં હાજર રહ્યા
– ધારાસભ્ય દર્શિતા શાહ આજની મિટિંગમાં ગેરહાજર રહ્ય
શોક ઠરાવ પસાર
રાજકોટ મહાપાલિકાના પૂર્વ કોર્પેારેટર રંજનબેન રાવલનું ગત તા.૩૦–૧૦–૨૦૨૪ના રોજ અવસાન થતાં આજે મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં એક મિનિટનું મૌન પાળી તેમને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.એજન્ડામાં રહેલી તમામ દરખાસ્ત મંજુર
જનરલ બોર્ડ મિટિંગ એજન્ડામાં કુલ ૬ દરખાસ્તો હતી જે તમામ મંજુર કરવામાં આવી હતી. સફાઇ કામદારોના વારસદારોને નોકરી આપવા, બહત્પમાળી ભવન ચોકમાં આવેલા સર્કલનું ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ નામકરણ કરવા, નાયબ કમિશનરને ૧૦ લાખ સુધીની ખર્ચ સત્તા આપવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના હમાલનો પગાર વધારવા, વોર્ડ નં.૩માં મુસ્લિમ લાઇન તથા જુની લોધાવાડ પોસ્ટ ઓફિસના ઢાળિયા પાસે અને નરસંગપરામાં આવેલ કોમ્યુનિટી ટોઇલેટ દૂર કરવા, વોર્ડ નં.૭માં વિજય પ્લોટ શેરી નં.૨માં આવેલ પે એન્ડ યુઝ ટોઇલેટ દૂર કરવા સહિતની તમામ ૬ દરખાસ્તો સર્વાનુમતે મંજુર કરાઇ હતી.
અટલ સ્માર્ટ સીટી નામકરણ સહિતની ત્રણ અર્જન્ટ બિઝનેસ મંજુર કરાઈ
સ્માર્ટ સીટી એરીયાનું અટલ સીટી નામકરણ, ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવા તેમજ હોકર્સ ઝોનમાં રજિસ્ટ્રેશન, માસિક ભાડાના દરો તેમજ નિયમો રિવાઇઝડ કરવા સહિતની ત્રણ દરખાસ્તો અર્જન્ટ બિઝનેસ સ્વરૂપે રજૂ કરાઇ હતી. જે પણ સર્વાનુમતે મંજુર કરાઇ હતી.
સભાગૃહના પ્રવેશ દ્રારે લેડીઝ કોપર્ોરેટરના પર્સ સહિતનું ચેકિંગ કરાતા હોબાળો
દરેક જનરલ બોર્ડ મિટિંગમાં વિપક્ષ કંઇકને કંઇક હોબાળો કરતો હોય બેનર ફરકાવવા કે અન્ય કોઇપણ પ્રદર્શિત કરી શકાય તેવી ચીજવસ્તુઓ સાથે લાવતો હોય આ વખતે સભાગૃહના પ્રવેશદ્રારેથી જ કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. વિજિલન્સ પોલીસના મહિલા અને પુરૂષ સ્ટાફ દ્રારા ચેકિંગ કરાયું હતું જેમાં લેડીઝ કોર્પેારેટરના પર્સ પણ ચેક કરતા હોબાળો થયો હતો. વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ એમ કહી વિરોધ કર્યેા હતો કે, અમે કોર્પેારેટર છીએ આતંકવાદી નથી
જનરલ બોર્ડ મિટિંગમાં ભાજપના ૧૨ અને કોંગ્રેસના ૧ કોર્પેારેટર ગેરહાજર
ડો.અલ્પેશ મોરઝરીયા
મિતલબેન લાઠીયા
ભારતીબેન પરસાણા
વર્ષાબેન પાંધી
ડો.દર્શિતાબેન શાહ
નેહલભાઇ શુકલ
નરેન્દ્રસિંહ(ટીકુભા)જાડેજા
રાણાભાઇ સાગઠિયા
સુરેશભાઇ વસોયા
પ્રદિપ ડવ
દક્ષાબેન વાઘેલા
રવજીભાઇ મકવાણા
મકબૂલ દાઉદાણ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની ૧૫૯ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકાનો ‘ઇ-નગર’ પ્રોજેક્ટમાં સમાવેશ, જાણો કઈ કઈ સેવાઓ મળે છે
December 23, 2024 04:05 PMચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech