૩૩% મહિલા અનામતને સમર્થન કરતી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માળખામાં માત્ર એક મહિલાને સમ ખાવા પુરતું સ્થાન આપવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ ઉપાધ્યક્ષ બીનાબેન કોઠારીનોે સંગઠનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત ભાજપના જીલ્લા અને મહાનગરોના પ્રમુખની નિયુકિતની જાહેરાત થાય તે પહેલા જ નામો બહાર પડી ગયા હતા.
ભારતીય જનતા પાર્ટીના ૩૫ શહેર જિલ્લા પ્રમુખ ના નામોની જાહેરાત કરવામાં આવી જેમાં ૧૨ને રિપીટ કરાયા છે અને એક મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે અમદાવાદ વડોદરા ખેડા પોરબંદર પંચમહાલ ગાંધીનગર શહેર અને જિલ્લામાં પ્રમુખના નામોને લઈને ગૂંચવાડો સર્જાયો છે જે બીજા રાઉન્ડમાં એટલે કે હોળી પછી જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.
ભાજપના સંગઠન માળખામાં નવા વરાયેલા પ્રમુખ માંથી કુલ ૨૧ સવર્ણ ચહેરા છે નવ ઓબીસી ચાર આદિવાસી એક દલિત સમાજના ચેહરાને તક આપવામાં આવી છે પાટીદાર સમાજના નવ નેતાઓને સમાવાયા છે ઓબીસી જ્ઞાતિમાં મોટીબોર્ડ ધરાવતા હોવાથી કોળી કે આંજણા ચૌધરી સમાજના એક પણ નેતાને આમાં સમાવિષ્ટ્ર કરાયા નથી.
ગત વર્ષે ઓકટોબર મહિનામાં ભાજપે સંગઠન પર્વનો આરભં કર્યેા હતો વર્ષ ૨૦૨૪ ના અતં સુધી જિલ્લ ા અને મહાનગરોના સંગઠનના પ્રમુખની નિયુકિત થશે માનવામાં આવતું હતું પરંતુ લાંબી ખેંચતાણ બાદ ગઈકાલે ૩૩ જિલ્લા અને આઠ મહાનગરો માંથી કુલ ૪૧ સંગઠનમાંથી અને ૩૫ પ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવશે લગભગ ૨૨ પ્રમુખ એવા છે કે આરએસએસ અને તેની ભગીની સંસ્થાઓ સાથે કામ કરી ચૂકયા છે ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક પૂર્વે જિલ્લ ા અને મહાનગરના સંગઠનો પ્રમુખ જાહેરા દરમિયાન ૧૫ વર્તમાન પ્રમુખને રીપીટ કરવામાં આવ્યા છે.
અતિ મહત્વના ગણાતા શહેર અમદાવાદ ગાંધીનગર શહેરમાં હજુ સુધી નવા પ્રમુખને નિયુકિત થઈ નથી એ ભાજપ એ લાંબા સમય બાદ જિલ્લ ા કક્ષાના સંગઠનમાં યુવાનોને પ્રાધાન્ય આપ્યું છે ૨૦૨૧ ની સ્થાનિક સ્વરાયની સંસ્થાઓમાં ચૂંટણી શ કરેલ કેડર ચેન્જિંગ નો યથાવત રાખ્યો છે જુના જોગીઓને અલવિદા કહ્યું છે.
તો બીજી બાજુ સંગઠનમાં ધારાસભ્યો કે સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો નથી એકમાત્ર પૂર્વ ધારાસભ્યને એક પૂર્વ મંત્રી બે આગેવાનોને જિલ્લ ાની કમાન સોપાય છે ગત વર્ષે લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠાની બેઠક માટે ભાજપ એ જેનું નામ ઉમેદવાર તરીકે જાહેર કયુ હતું પાછળથી ટિકિટ કાપી દેવા હતી તે ભીખાજી ઠાકોરને પ્રમુખ પદ આપવામાં આવ્યું છે. અહીં નોંધવું જરી છે કે ૩૫ નામોમાંથી ૨૨ સંગઠનના પ્રમુખનું મુળ રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સઘં સાથે જોડાયેલું છે
પસંદગીનું પૃથ્થકરણ
– ૯ ઓબીસીને તક
– કોળી અને આંજણા ચૌધરી બાકાત
– બે નવા વરાયેલાં પ્રમુખો
– કુલ ૨૧ સવર્ણ ચહેરાં
– ૯ ઓબીસી
– ચાર આદિવાસી
– એક દલિત સમાજના ચહેરાને તક
– કુલ સવર્ણ– ૨૧ (બ્રાહ્મણ –૨, વણિક– ૪, ક્ષત્રિય ૨, લેઉવા પટેલ–૫, કડવા પટેલ– ૪, અન્ય–૬) કુલ ઓબીસી– ૯ ( આહીર–૧, નાડોદાકારડિયા–૨, ઠાકોર–૩, ઘાંચી–૧, બારોટ– ૧, ગઢવી–૧
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં હીરા ઉદ્યોગની વાસ્તવિકતા, રત્નકલાકાર પરિવારે સામૂહિક આપઘાત કર્યો
March 08, 2025 08:31 PMમણિપુરના કાંગપોક્પી જિલ્લામાં હિંસા, એક વ્યક્તિનું મોત, 27 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ
March 08, 2025 08:26 PMEDએ હૈદરાબાદ એરપોર્ટ પરથી બિઝનેસ જેટ જપ્ત કર્યું, 22 જાન્યુઆરીએ પ્રમોટર આ જ જેટમાં વિદેશ ભાગ્યો
March 08, 2025 08:24 PMઆ છે ટ્રમ્પ પાવરનો કમાલ, હવે દિવસ હોય કે રાત અમેરિકા તરફથી થશે પૈસાનો વરસાદ
March 08, 2025 08:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech