સુરતમાં હીરા ઉદ્યોગની વાસ્તવિકતા, રત્નકલાકાર પરિવારે સામૂહિક આપઘાત કર્યો

  • March 08, 2025 08:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતમાં વધુ એક રત્નકલાકાર પરિવારે આર્થિક સંકડામણથી કંટાળીને સામૂહિક આપઘાત કર્યો છે. અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા, પિતા અને પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું હતું. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે પરિવાર આર્થિક સંકટમાં મુકાયું હતું, જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હતું.


મૃતક પિતા અને પુત્ર છેલ્લા 15 વર્ષથી હીરા ઉદ્યોગમાં કામ કરતા હતા. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે તેમની આવક ઘટી ગઈ હતી, જેના કારણે પરિવાર આર્થિક સંકટમાં મુકાયો હતો. આર્થિક સંકટથી કંટાળીને પરિવારે સામૂહિક આપઘાતનો રસ્તો પસંદ કર્યો હતો.


મૃતકોનાં નામ

(1) ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા (પિતા)

(2) વનિતાબેન ભરતભાઈ સસાંગિયા (માતા)

(3) હર્ષ ભરતભાઈ સસાંગિયા (પુત્ર)


આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીની ગંભીર સ્થિતિને ઉજાગર કરી છે. રત્નકલાકાર પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે અને સરકાર દ્વારા તેમને મદદની જરૂર છે.


ડી. એસ. પટેલ (એસીપી)એ જણાવ્યું હતું કે રાત્રે પરિવારના ત્રણેય સભ્યોએ દવા પીને આપઘાત કરી લીધો હતો. આ પરિવારે તેમનો પોતાનો ફ્લેટ વેચવા કાઢ્યો હતો અને એક ખરીદનાર દ્વારા બહાના પેટે રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ફ્લેટ પર બેંકની લોન પણ હતી, જેની લોન ભરપાઈ ન થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું. આ અંગે ફ્લેટ ખરીદનારને જાણ ન હતી. તેમને જાણ થતાં બહાના પેટે આપેલા રૂપિયા પરત આપવા ઉઘરાણી કરી રહ્યા હતા. બેંકનું પ્રેશર હતું અને બેંકના કારણે તેમનું ઘર જાય એમ હતું. સુસાઇડ નોટ લખીને પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application