ફાઇનાન્સ કંપનીના એરિયા મેનેજર સાથે રૂા.૧૧.૪૭ લાખની ઓનલાઇન છેતરપિંડી

  • October 03, 2024 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સાયબર ફ્રોડની ઘટનાઓ સતત બનતી રહે છે ત્યારે વધુ એક ઓનલાઇન છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે.શહેરના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા અને ફાઇનાન્સ કંપનીમાં એરિયા મેનેજરને સ્ટોક માર્કેટમાં સારા વળતરની લાલચ આપી .૧૧.૪૭ લાખની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધી હતી.બાદમાં આ રકમ તેમને પરત ન આપતા અંતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શહેરના અંબિકા ટાઉનશિપ મેઇન રોડ પરના કૃપાની એપાર્ટમેન્ટમાં રહેતા દીપક જયંતીલાલ પરસાણિયા (ઉ.વ.૪૨)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પોતાન સાથે થયેલી ઓનલાઇન છેતરપિંડી અંગે ત્રણ અજાણ્યા નંબર ધારકો અને આઠ બેન્ક એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે,તેઓ ફાઇનાન્સ કંપનીમાં એરિયા ક્રેડિટ મેનેજર તરીકે નોકરી કરે છે અને તેમના વોટસએપ એકાઉન્ટ પર એક ગ્રૂપનો મેસેજ આવ્યો હતો અને તેને તેમાં એડ કર્યા હતાં. એ ગ્રૂપમાં સ્ટોક માર્કેટમાં રોકાણથી સારા વળતરના મેસેજ આવતા હતા.
આ બાબતમાં ફરિયાદીને રસ પડતાં તે ગ્રૂપમાં મેસેજ કરતા જ તેને અન્ય એક ગ્રૂપમાં સામેલ કરવામાં આવ્યા હતાં. જેમાં તેમની પાસે એક એપ ડાઉનલોડ કરાવાઇ હતી અને લિંક મોકલાઇ હતી. બાદમાં નાણાં રોકવાનું કહેવામાં આવતા ફરિયાદીએ ૧૪ ટ્રાન્ઝેકશનમાં .૧૧.૪૭ લાખનું રોકાણ કયુ હતું. યુવકના પિતા બીમાર હોય નાણાની જરિયાત ઊભી થતા યુવકે નાણાં વિડ્રો કરવાનો પ્રયાસ કરતા આ નાણાં મળ્યા ન હતા.જેથી પોતાની સાથે છેતરપિંડી થયાનું માલુમ પડતા તેમણે આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધવતા હેડ કોન્સ. દિપક પંડીતે ગુનો દાખલ કર્યેા હતો.આ અંગે વધુ તપાસ પીઆઇ બી.બી.જાડેજા ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application