ઉપલેટાના ભાયાવદર, ભાખ, ઘેટિયા, ખીરસરા સહિતના વિસ્તારોમાં એકી ત્રણ ઈંચ વરસાદ

  • May 16, 2024 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે સાંજે ૭ વાગે ભારે ભવન સો ધૂળની ડમરીઓના ગોટેગોટા ઉડ્યા હતા ઉપલેટા તેમજ ગ્રામ્ય પંકના ભાયાવદર, ભાંખ,અરણી સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સો લગભગ પોણો કલાક વરસાદ વરસતા એક ી ત્રણેક ઈચ જેવું પાણી વરસી ગયું હતું. ભાયાવદર પાસે આવેલ ઘેટિયા ખીરસરા ગામે ગઈકાલે સાંજે ભારે પવન ,વીજળીના કડાકા ભડાકા સો ત્રણ ઈચ જવો વરસાદ  પડી ગયો હતો ભારે પવન વરસાદના કારણે અને કાચા મકાનો ના પતરા ઉડતા દૂર દૂર સુધી આ પત્રા ઉડી ગયા હતા રોડ ઉપર વૃક્ષો પડી જતા એક સમયે રસ્તો બંધ ઈ જવા પામ્યો હતો ત્યારે ભાયાવદર ગામે પણ ભારે વરસાદ વરસતા દોઢ ઈચ વરસી ગયો હતો ભાખ ગામે પણ વરસાદ વરસતા ૧ ઈચ વરસાદ નોંધાયો છે મોટી પાનેલી ગામે અમુક ખેતરોમાં વરસાદ નોંધાયો હતો ઉપલેટા શહેરમાં ભારે વાવાઝોડા અને પવન સો વરસાદ વરસતા અડધા કલાકમાં ૧૨ મીમી જેવો વરસાદ નોંધાયો હતો ગઈકાલે વરસાદ અને વાવાઝોડા સો ભારે પવનને કારણે ખેતરમાં ઊભા મોલ ને ભારે નુકસાની યેલ  છે ઉનાળુ મોલમાં તલ, માંડવી, મગ જેવા પાકો ને ખૂબ જ મોટી નુકસાની વા પામેલ છે અમુક ખતરોમાં તલના તૈયાર યેલા પાકો ઉપર વરસાદ વરસતા સંપૂર્ણ ફેલ ઈ ગયેલો છે જ્યારે મગ જેવા કઠોળ ધાન્ય ઉપર  વરસાદ પડતા તેમાં પણ નુકસાની યેલ હોવાનું ખેડૂતો એ જણાવેલ ઉપલેટા શહેરમાં વરસાદની સો વીજળી પણ ગુલ ઈ જવા પામી હતી અનેક  વખત વીજળીઓ આવજા કરતી હતી જ્યારે ખીરસરા ગામે વીજળીના પોલ પણ પડી જવાના બનાવો બન્યા છે ગામમાં આવેલ ગુરુકુળમાં પત્રા ઉડીને આવતા ગુરુકુળના નવા બંધાયેલા બિલ્ડિંગમાં પણ નુકસાની વા પામેલી હતી.

નુકસાનીનો સર્વે કરવા ધારાસભ્ય પાડલિયાની કૃષિમંત્રીને ટેલિફોનિક રજૂઆત
ઉપલેટાના ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયા એ ગઈકાલે પડેલા વરસાદને કારણે ખેડૂતોને યેલી નુકસાનીનો સર્વે કરવા રાજ્યના કૃષિમંત્રીને  ટેલીફોનીક રજૂઆત કરી હતી અને તાત્કાલિક સર્વે કરી સહાય આપવા માંગ ઉઠાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application