પોરબંદરના દેગામ ગામે અનાજના ગોડાઉનમાં છ મહિના પહેલા થયેલ ઉચાપતના ગુન્હામાં પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભાટીયાના ઇસમને પકડી પાડયો છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.કે.કાંબરીયા એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.કે.કાંબરીયા તથા હેડકોન્સ્ટેબલ વિપુલભાઇ ઝાલા તથા કુલદીપસિંહ જાડેજાને મળેલ સંયુકત હકીકતને આધારે, મિયાણી ચેકપોસ્ટ ખાતેથી બગવદર પોલીસ સ્ટેશનના દેગામના અનાજના ગોડાઉનમાં થયેલ ઉચાપતના ગુન્હામાં છેલ્લા છ માસથી લાલશાહીથી નાસતા ફરતા આરોપી પારસ કિશોરભાઇ સચદેવ ઉ.વ. ૩૮ રહે. ભાટીયાગામ, જલારામ મંદિર પાસે, તા. કલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્રારકાવાળાને પકડી પાડીને આગળની ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.કાંબરીયા, એ.એસ.આઇ. રાજેન્દ્રભાઇ જોષી, બટુકભાઇ વિંઝુડા, રણજીતસિંહ દયાતર, હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ગોવિંદભાઇ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, વિપુલભાઇ ઝાલા, લમણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વુમન હેલ્થ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ, ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ માળીયા વગેરે રોકાયેલા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાનના બંદર પર શેના કારણે થયો ધમાકો? વિસ્ફોટમાં 20થી વધુના મોત અને 750 ઘાયલ
April 27, 2025 06:53 PMન વિદેશ ભણવા જઈ રહ્યા ન ફરવા... એવું શું થયું કે ભારતીયોએ ઓછુ કરી દિધુ વિદેશ પૈસા મોકલવાનું
April 27, 2025 06:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech