ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં એક ખાસ મિશન હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ પર એક્શન લઈ અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘરભેગા કરી રહ્યાં છે. આ મિશનનું નામ ઓપરેશન ગંગાજળ આપવામાં આવ્યું છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર આ દિવસોમાં ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકને લઈને સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. આજે વધુ એક એસ.એસ.એન.એલ.ના વર્ગ-1ના અધિકારી એચ.યુ. પટેલ મિકેનિકલ શાખા સરદાર સરોવર નર્મદા નિગમમાંથી વહેલા નિવૃત્ત કરવાનો નિર્ણય લેવાયો છે.
હકિકતમાં રાજ્ય સરકારે પ્રોબેશન સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરનારા અધિકારીઓ અને કર્મચારીઓને અજમાયશ ધોરણે બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત અત્યારસુધીમાં રાજ્ય સરકારે આવા 56 જેટલા અધિકારીઓને ઘરભેગા પણ કરી દીધા છે. આજે વધુ એક અધિકારીને ઓપરેશન ગંગાજળ હેઠળ ઘર ભેગા કરી દેવાયા છે. એક બાદ એક ઓપરેશન ગંગાજળ હેઠળ ભ્રષ્ટ અધિકારીઓને ગુજરાત સરકાર દ્વારા પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘરે બેસાડવામાં આવી રહ્યાં છે. અત્યારસુધી 56 જેટલા અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા ઘરભેગા કરવામાં આવ્યા છે.
એક માહિતી અનુસાર, રાજ્ય સરકારે 100 જેટલા ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે. યાદીની સમીક્ષા કરી તેમને ફરજિયાત ઘરે બેસાડી દેવા માટે રાજ્ય સરકારે તૈયારી શરૂ કરી છે. દિવાળી પહેલા અને દિવાળી બાદ સરદાર સરોવર નર્મદા નિગમમાં ડેપ્યુટેશન પર રહેલા વર્ગ-1 કાર્યપાલક ઇજનેર, મહેસૂલ વિભાગના સુપ્રિટેડન્ટ લેન્ડ રેકર્ડ- સુરત આઈટીઆઈના ક્લાસ-1 અધિકારી પ્રિન્સિપાલ, ભિલોડા આઈટીઆઈમાં ક્લાસ-1 અધિકારી જેના ભ્રષ્ટ અધિકારીઓને રાજ્ય સરકારે અત્યારસુધીમાં ઘરભેગા કરી દીધા છે. આજે વધુ એક એસ.એસ.એન.એલ.ના વર્ગ- 1ના અધિકારી એચ.યુ.પટેલ મિકેનિકલ શાખા સરદાર સરોવર નર્મદા નિગમ માંથી વહેલા નિવૃત્ત કરવાનો નિર્ણય લેવાય ચૂક્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં એક ખાસ મિશન હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ પર એક્શન લઈ અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘરભેગા કરી રહ્યાં છે. આ મિશનનું નામ ઓપરેશન ગંગાજળ આપવામાં આવ્યું છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર આ દિવસોમાં ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકને લઈને સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. હકીકતમાં રાજ્ય સરકારે પ્રોબેશન સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરનારા અધિકારીઓ અને કર્મચારીઓને અજમાયશ ધોરણે બરતરફ કરવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત સરકારનું ‘ઓપરેશન ગંગાજળ’ શું છે
ગુજરાત સરકાર ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ એવા અધિકારીઓને ઘરભેગા કરી રહી છે જેઓ પોતાના પાવરનો ગેરલાભ ઉઠાવીને ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે. આ અંતર્ગત રાજ્ય સરકાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિર્ણાયકતા, નિષ્ઠા અને આજ્ઞા પાલન જેવા ગુણોનું અવલોકન પણ કરી રહી છે.
પ્રામાણિકતા અને નિષ્ઠા પર ભાર
તાલીમ સેવા સંતોષકારક ગણાય તે માટે અધિકારી અથવા કર્મચારી પાસે સંખ્યાબંધ ગુણોની અપેક્ષા રાખવામાં આવે છે. આમાં ઈમાનદારી અને વફાદારી પર વધુ ભાર મૂકવામાં આવે છે. આ સમય દરમિયાન તમામ કેસોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને સક્ષમ સ્તરે વિચારણા કરવામાં આવી રહી છે. જો અધિકારી અથવા કર્મચારીની તાલીમનો સમયગાળો સંતોષકારક માનવામાં નથી આવતો તો તેમની સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબજેટ સત્રનો પ્રારંભ: આર્થિક સર્વે રજુ
January 31, 2025 11:45 AMફૂડ સેફટી અધિકારીની ૫૦ ટકાથી વધુ અને ડ્રગ ઇન્સ્પેકટરની ૬૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી
January 31, 2025 11:41 AMમુખ્ય સચિવપદ પરથી આજે રાજકુમારની વિદાય, પંકજ જોશી ચાર્જ સંભાળશે
January 31, 2025 11:39 AMસૌ.યુનિ.માં મોડી રાત સુધી કોલેજોના જોડાણ માટેની કામગીરીનો ધમધમાટ
January 31, 2025 11:38 AMજૂનાગઢના યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી ૨૬.૧૫ લાખ ટ્રાન્સફર કરી લીધા
January 31, 2025 11:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech