દેસાઈનગરમાં કાર ડિવાઈડર સાથે અથડાતા એકનું મોત

  • February 10, 2024 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના દેસાઈનગર પાસે અકસ્માત સર્જાતા કાર ચાલકનું મોત નીપજ્યું હતું. વરતેજની જમીને પરત આવતા સમયે ફોરવ્હીલ કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાતા કારમાં સવાર બન્નેને ગંભીર ઇજા પહોંચી હતી. જે અકસ્માતમાં ચાલકનું મૃત્યુ થવા પામ્યું હતું. જ્યારે એકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.


આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વીનીત તથા જયપાલ બન્ને ફોરવ્હીલ કાર નંબરે જીજે ૦૪ બીઈ ૮૦૧૮ લઈને વરતેજથી જમીને પરત આવતા હતા. તે દરમ્યાન વીનીતએ ફોરવ્હીલ કાર પુર ઝડપે ચલાવતા,ફોરવ્હીલ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડીવાઈડર સાથે અથડાઈ હતી. બનાવ મામલે મેહુલભાઇ હીંમતભાઈ ચૌહાણ (ઉ.વ.૪૫ ધંધો. નોકરી રહે.દેસાઇનગર -૨ ગજાનંદ બંગ્લાની પાછળ નવકાર વાળો ખાંચો)એ બોરતળાવ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા-૦૯/૦૨/૨૦૨૪૨૦૨૪ના રોજ રાત્રીના એકાદ વાગ્યાની આસપસ મોબાઇલ ફોન તેઓના ભત્રીજા જયપાલ પ્રવીણભાઇ ચૌહાણનો ફોન આવેલ અને જણાવેલ કે તે અને વીનીત બન્ને ફોરવ્હીલ ગાડી નં. જીજે ૦૪ બીઈ ૮૦૧૮ જે વીનીત ચલાવતો હતો. અને વરતેજ બાજુ જમીને ઘરે પરત આવતા હતા. તે દરમ્યાન મીલીટ્રી સોસાયટીના નાકે ફોન પ્લસ દુકાન સામે રોડ ઉપર પ્હોચતા વીનીતને ફોરવ્હીલ પરનો કાબુ ગુમાવતા ફોરવ્હીલ કાર ડીવાયડર સાથે અથડાઈ હતી. જેથી તેઓ બનાવવાળી જગ્યાએ પહોચી ગયેલ જ્યા વીનીત અર્ધબેભાન હાલતમા હોય તેવામા ૧૦૮ આવી જતા ભત્રીજા વીનીતને તેમા બેસાડી સારવારમા સરકારી દવાખાને ખસેડાયો હતો. તેમજ જયપાલને પ્રથમ ૧૦૮ માં બેસાડી સરકારી દવાખાને સારવારમા લાવેલ હતા. જ્યા વીનીતને ફરજ પરના તબીબે તપાસી મરણ ગયેલ જાહેર કરેલ હતો. જેથી તેના મૃતદેહને પીએમમાં ખસેડાયો હતો. તેમજ જયપાલને ગંભીર ઇજા પહોંચતા ડાબા કાનથી ઉપરના ભાગે માથામા પાંચ ટાંકા આવેલ અને બંને પગે ફેક્ચર તેમજ છાતીમા તેમજ વાસાના પાછળના ભાગે મુંઢ ઇજા થયેલ છે. જેઓ હાલ અર્ધ બેભાન અવસ્થામા છે. અને તેનુ હાલ જુના બિલ્ડીંગમાં આઇસીયુમાં દાખલ કરેલ છે. અને તેની સારવાર ચાલુ છે. બનાવ મામલે વીનીતએ ફોરવ્હીલ પુર ઝડપે ચલાવતા, ફોરવ્હીલ પરનો કાબુ ગુમાવતા, ડીવાયડર સાથે ભટકાડતા, વીનીતને ગંભીર ઇજા તથતા મરણ ગયેલ હોય તેમજ જયપાલને બન્ને પગના ભાગે તેમજ કાનના ઉપરના ભાગે ઇજા થતા સારવારમા દાખલ કરેલ હોય જે અકસ્માત અંગે બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application