અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટના બની છે જેમાં બે બિઝનેસ જેટ એકબીજા સાથે અથડાતા એકનું મોત થયું છે અને અનેક ઘાયલ થયા હોવાના અહેવાલ સાપડી રહ્યા છે. એરિઝોનાના સ્કોટસડેલ એરપોર્ટ પર આ ઘટના બની હતી.
એરિઝોનાના સ્કોટસડેલ એરપોર્ટ માટે એવિએશન પ્લાનિંગ અને આઉટરીચ કોઓર્ડિનેટર કેલી કુએસ્ટરે જણાવ્યું હતું કે આ અથડામણ ત્યારે થઈ યારે એક મધ્યમ કદનું બિઝનેસ જેટ રનવે પરથી ખસી ગયું અને એક ખાનગી મિલકત પર પાર્ક કરેલા બીજા મધ્યમ કદના બિઝનેસ જેટ સાથે અથડાયું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, જે વિમાન પાર્ક કરવામાં આવ્યું હતું તે પાકિગ વિસ્તારમાં હતું. સ્કોટસડેલ ફાયર ડિપાર્ટમેન્ટના કેપ્ટન ડેવ ફોલિયોએ જણાવ્યું હતું કે ઘાયલોમાંથી બેને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, અને તેમાંથી એકની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ફોલિયોએ જણાવ્યું હતું કે એક વ્યકિત હજુ પણ વિમાનની અંદર ફસાયેલો છે અને બચાવ ટીમો તેને બચાવવા માટે સખત મહેનત કરી રહી છે
એરપોર્ટનો રનવે બધં કરી દેવાયો
કુએસ્ટરે જણાવ્યું હતું કે સ્કોટસડેલ એરપોર્ટનો રનવે બધં કરી દેવામાં આવ્યો છે. ફોનિકસ વિસ્તારમાં ઉડાન ભરતા અને બહાર જતા ખાનગી જેટ માટે આ એરપોર્ટ એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. ખાસ કરીને ફોનિકસ ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ જેવા મોટા રમતગમત કાર્યક્રમો દરમિયાન, મોટી સંખ્યામાં લોકો આ વિસ્તારની મુલાકાત લે છે.આ અકસ્માત એવા સમયે થયો છે યારે છેલ્લા બે અઠવાડિયામાં અમેરિકામાં ત્રણ મોટા ઉડ્ડયન અકસ્માતો થયા છે, જેમાં ડઝનબધં લોકોનાં મોત થયા છે.૨૯ જાન્યુઆરીના રોજ વોશિંગ્ટન, ડી.સી.માં નજીક એક કોમર્શિયલ જેટલાઇનર અને લશ્કરી હેલિકોપ્ટર અથડાયા, જેમાં ૬૭ લોકો માર્યા ગયા. ૩૧ જાન્યુઆરીના રોજ ફિલાડેલ્ફિયામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું હતું, જેમાં છ લોકો તેમજ જમીન પર એક વ્યકિતનું મોત થયું હતું.ગયા અઠવાડિયે પશ્ચિમ અલાસ્કાના નોમ જઈ રહેલા એક નાનું પેસેન્જર વિમાન ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ ૧૦ લોકોના મોત થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech