શહેરના જૂના મોરબી રોડ પર ભગવતીપરા બ્રિજ પાસેથી પોલીસે કારમાં 42,200 ના દારૂના જથ્થા સાથે યુનિવર્સિટી રોડ પર એ.જી. ચોક પાસે રહેતા શખસને ઝડપી લીધો હતો પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત રૂ.1.02 લાખનો મુદ્દામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.એસ. રાણેની રાહબરી હેઠળ પી.એસ.આઇ જે.આર.સોલંકી તથા તેમની ટીમ જેમાં હેડ કોન્સ્ટેબલ મોહસીનખાન મલેક,કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ ઝાલા સહિતનો સ્ટાફ રાત્રિના પેટ્રોલિંગમાં હતો. દરમિયાન જૂના મોરબી રોડ પર ભગવતીપરા બ્રિજ નજીક એક શંકાસ્પદ સેન્ટ્રો કાર પસાર થતા પોલીસે આ કારને અટકાવી હતી.
પોલીસે કારચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ મહિપાલસિંહ ઉર્ફે કાનો મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ 24 રહે. યુનિવર્સિટી રોડ,એ. જી ચોક પાસે મૂળ,મુળીલા તા. કાલાવડ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાસી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની 422 ક્વાર્ટર બોટલ મળી આવી હતી. જેથી પોલીસે રૂપિયા 42,200 ની કિંમત નો દારૂનો આ જથ્થો અને સેન્ટ્રો કાર નંબર જીજે 3 બીએ 3700 સહિત કુલ રૂપિયા 1.02 લાખનો મુદ્દામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી. દારૂના અન્ય દરોડામાં એ ડિવિઝન પોલીસે રાષ્ટ્રીય શાળા સામેથી ઓમ ઉર્ફે ઓમલો સંજયભાઈ મકવાણા (ઉવ 21 રહે.વિજય પ્લોટ શેરી નંબર 8) નામના શખસને દારૂની એક બોટલ સાથે ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 67 રનમાં 7 વિકેટ ગુમાવી,ભારતીય ટીમ 83 રનથી આગળ
November 22, 2024 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech