86 બોટલ કબ્જે લેતી પોલીસ : ગુલાબનગરના શખ્સની સંડોવણી
જામનગરના નુરી ચોકડી પાસે બાવળની કાટમાંથી વિદેશી દારૂની 86 બોટલ સાથે એક શખ્સને પોલીસે પકડી લીધો હતો જેમાં ગુલાબનગરના શખ્સની સંડોવણી ખુલી છે.
જામનગર સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડાની સુચના મુજબ સ્કવોડના પીએસઆઇ રાઠોડ અને સર્વેલન્સ સ્ટાફ દારૂ, જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન સ્ટાફના એએસઆઇ રવિરાજસિંહ તથા વિક્રમસિંહને ચોકકસ બાતમી મળેલ કે નુરી ચોકડી બાવળની કાટમાં એક ઇસમ વિદેશી દારૂની હેરાફેરી કરે છે.
જે હકીકતના આધારે રેઇડ કરતા જામનગરના કિશાનચોક મકરાણી કબ્રસ્તાન પાસે રહેતા શાહનવાઝ ઉર્ફેે ટોની દિલાવર દરજાદા (ઉ.વ.27) નામનો રીક્ષા ડ્રાઇવરને ઇંગ્લીશ દારૂની 86 બોટલ કિ. 43 હજાર સાથે પકડી લીધો હતો, દારૂનો જથ્થો પુરો પાડનાર ગુલાબનગરના અફઝલ ઉર્ફે ઉંચોનું નામ ખુલ્યુ હતુ જેને ફરાર જાહેર કરી શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech