એક આઇએસઆઈએસ આતંકી ૩૮ વખત બીજો ૪૦ વખત ભારત આવી ચૂકયો હતો

  • May 23, 2024 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં આતંકવાદી હત્પમલા કરવાના ઈરાદા સાથે અમદાવાદમાં આવેલા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (આઇએસઆઈએસ )ના ચાર શ્રીલંકન આતંકવાદીઓની પૂછપરછમાં ઘણા મહત્વના ખુલાસા થયા છે. એટીએસને આરોપીઓ આઇએસ સાથે જોડાયેલા હોવાના નક્કર પુરાવા મળ્યા છે. આમાં, મોહમ્મદ નુસરથ ગની ૨૦૨૩ દરમિયાન ૩૮ વખત ભારતની મુલાકાતે આવ્યો હતો. આ સિવાય મો. નફરન નૌફર વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધીમાં ૪૦ વખત ભારતની મુલાકાતે આવ્યો છે. મોહમ્મદ ફારીસ અને મોહમ્મદ રસદીન ૧૯ મેના રોજ તેમની સાથે પ્રથમ વખત ભારત આવ્યા હતા. તેઓ ફેબ્રુઆરી ૨૦૨૪ માં શ્રીલંકન મૂળના પાકિસ્તાની હેન્ડલર અબુના સંપર્કમાં આવ્યા પછી ૧૯ મેના રોજ પ્રથમ વખત ભારત આવ્યા હતા.

તેના મોબાઈલ ફોનમાંથી એક વીડિયો મળી આવ્યો છે, જેમાં તે આઈએસના અબુ બકર બગદાદી દ્રારા બતાવેલ માર્ગ પર ચાલવા માટે તમિલ ભાષામાં શપથ લેતો જોવા મળી રહ્યો છે. આમાં બેના ચહેરા ઢાંકેલા છે, યારે અન્ય બેના ચહેરા સ્પષ્ટ્ર જોઈ શકાય છે. ચારેય આરોપી ૧૪ દિવસના રિમાન્ડ પર છે.
ગુજરાત એન્ટી–ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)ના ડેપ્યુટી ઈન્સ્પેકટર જનરલ (ડીઆઈજી) સુનીલ જોશીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા ચારમાંથી બે આતંકવાદીઓ ઘણી વખત ભારતની મુલાકાતે આવ્યા હતા.

એવું જાણવા મળ્યું છે કે તેઓ મોટાભાગે કાપડ સંબંધિત વ્યવસાયના સંબંધમાં ભારત આવ્યા હતા, જે દરમિયાન તેઓ ડ્રગ્સ અને સોનાની દાણચોરી પણ કરતા હતા. તેમની દરેક મુલાકાતની તપાસ કરવામાં આવી રહી છે. તે કયારે આવ્યો, કયાં રહ્યો, કોને મળ્યો, કેમ મળ્યો? આ માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે. ગુજરાત ઉપરાંત દેશના અન્ય શહેરોની પણ મુલાકાત લીધી છે.

જોશીએ જણાવ્યું કે આરોપીઓનું નિશાન કોણ હતું, અમદાવાદ, ગુજરાત કે દેશના કોઈ શહેરમાં કયાં અને તેઓ  કેવી રીતે આતંકવાદી હત્પમલો કરવાના હતા. તેની ચકાસણી કરવામાં આવી રહી છે. હજુ સુધી કઈં જાણી શકાયું નથી કારણ કે હેન્ડલર અબુ તેમને પછીથી જાણ કરવાના હતા તે જાણવા મળે છે કે ૧૯મી મેની રાત્રે ચારેય આતંકવાદીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા કે તરત જ ગુજરાત એટીએસની ટીમે તેમની ધરપકડ કરી લીધી હતી.

જોશીએ જણાવ્યું હતું કે પૂછપરછ અને તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ચારેય ગુનાહિત પૃભૂમિ ધરાવે છે. મોહમ્મદ નુસરથ સોનાની દાણચોરીના આરોપમાં મુંબઈ એરપોર્ટ પર બે વખત પકડાઈ ચૂકયો છે. તેની સામે શ્રીલંકામાં પણ હત્પમલા અને ડ્રગ્સના કેસ નોંધાયેલા છે. મોહમ્મદ ફારિસની પણ શ્રીલંકામાં ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ રસદીન પણ ત્રણ વખત ડ્રગ્સ કેસમાં પકડાયો છે. મોહમ્મદ વિદ્ધ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી, પરંતુ તેણે સ્વીકાયુ છે કે તે શ્રીલંકા અને દુબઈથી સોનાની દાણચોરીમાં સામેલ છે. ઘણી વખત ભારતની મુલાકાત પણ લીધી છે.
જોશીએ જણાવ્યું કે યાંથી હથિયારો મળી આવ્યા છે તે નાના ચિલોડામાં છે. તેને ત્યાં ઘણાલાંબા સમય પહેલા રાખવામાં આવ્યા હોવા જોઈએ. તે જોતા તે વિસ્તારની આસપાસના સીસીટીવી સ્કેન કરીને તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસો અને મહિનામાં કયા બહારના લોકો અમદાવાદમાં આવ્યા અને ત્યાંથી પસાર થયા તેના ડેટાની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application