રાજકોટના હિરાસર એરપોર્ટ નજીક ત્રણ દિવસ પહેલાં કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવકને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેનું ગત રોજ મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે. અકસ્માતમાં મૃતકના કાકાને ઇજા થતા તેને સારવાર આપવામાં આવી હતી. આ અકસ્માત જયારે કાકા ભત્રીજો થાનથી રાજકોટ આવતા હતા ત્યારે હિરાસર એરપોર્ટ પાસે પહોંચતા સામેથી આવતી કારનું ટાયર ફાટતા કાર બાઈક સામે અથડાઈ હતી.
બનાવની મળતી વિગત મુજબ રાજકોટમાં શ્રમજીવી સોસાયટી શેરી નં.૩ માં રહેતાં મહેશભાઈ પ્રવીણભાઈ રંગપરા (ઉ.વ.૪૦) અને તેના કાકા અરજણભાઈ રણછોડભાઈ રંગપરા (ઉ.વ.૫૦) બંને કાકા ભત્રીજો બાઈક લઈને રાજકોટ તરફ આવી રહ્યા હતા ત્યારે હિરાસર એરપોર્ટ નજીક સામેથી પૂરપાટ ઝડપે આવતી કારનુ ટાયર એકાએક ફાટતા કાર સીધી કાકા-ભત્રીજાના બાઈક સાથે અથડાતા બને રોડ પર ફંગોળાતા ગંભીર ઇજા થઇ હતી. બનાવના પગલે પસાર થતા વાહન ચાલકો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં મહેશભાઈએ ગતરોજ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક કલરકામ કરતાં હતા અને બે ભાઈ- બે બહેનમાં નાના હતાં. તેમજ સંતાનમાં એક પુત્ર- પુત્રી છે. બંને કાકા ભત્રીજો સુરેન્દ્રનગરના થાનમાં દેવસ્થાનએ દર્શન માટે ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. બનાવ અંગે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech