ભારતના ભાલા ફેંકમાં ભારતનું નામ રોશન કરનાર ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાએ લગ્ન કરી લીધા છે. નીરજે રવિવારે સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક તસવીરો શેર કરીને ચાહકો સાથે આ ખુશખબર શેર કરી. નીરજની પત્ની ટેનિસ પ્લેયર છે અને તેનું નામ હિમાની મોર છે.
સ્ટાર ખેલાડી ૨૭ વર્ષીય નીરજે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લની જાણકારી આપી હતી. નીરજ ચોપરાએ પોતાના લગ્નની તસવીરો પોસ્ટ કરવાની સાથે લખ્યું હતું કે હત્પં મારા પરિવાર સાથે મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કંરૂ છું. અમને આ ક્ષણ સુધી પહોંચાડનારા દરેક આશીર્વાદ માટે આભારી છું. પ્રેમથી બંધાયેલા, હંમેશા ખુશ રહો,
નીરજ ચોપરાની પત્ની હિમાની મોર સોનીપતની છે અને અમેરિકામાં અભ્યાસ કરી રહી છે. ચોપરાના કાકા ભીમે જણાવ્યું કે લગ્ન દેશમાં થયા હતા અને આ કપલ તેમના હનીમૂન માટે રવાના થઈ ગયું છે. તેણે એમ પણ કહ્યું કે હા, લગ્ન બે દિવસ પહેલા ભારતમાં થયા હતા.
નોંધનીય છે કે ટોકયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અને પેરિસ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર નીરજ અગાઉ દક્ષિણ આફ્રિકામાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો.
નીરજ ચોપરાએ સતત પોતાની રમતથી દેશનું નામ રોશન કયુ છે. તેણે ટોકયો ઓલિમ્પિક ૨૦૨૦ માં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો. આ ઉપરાંત, તેણે ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આના એક વર્ષ પહેલા, એટલે કે, ૨૦૨૩ વલ્ર્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં, નીરજે ગોલ્ડ જીત્યો હતો. નીરજ ચોપરાએ કોમનવેલ્થ ગેમ્સમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેણે ૨૦૧૮ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. તેમનો વ્યકિતગત થ્રો ૮૯.૯૪ મીટર રહ્યો છે. નીરજે વલ્ર્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશિપ ૨૦૨૨ માં સિલ્વર મેડલ જીત્યો હતો. નીરજ ચોપરાને પણ દેશમાં ઘણું માન–સન્માન મળ્યું છે. તેમને પધ્મશ્રી, વિશિષ્ટ્ર સેવા ચંદ્રક અને પરમ વિશિષ્ટ્ર સેવા ચંદ્રકથી પણ નવાજવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન મંદિરો અને ગુરુદ્વારાના નવીનીકરણ માટે 1 અબજ ખર્ચશે
February 24, 2025 02:56 PMદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech