મેળાની હરાજીમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા : અધિકારીઓને કલાકો સુધી રાહ જોવડાવી

  • August 09, 2023 04:21 PM 

આગામી તારીખ 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન રેસકોર્સ મેદાનમાં યોજનારા લોકમેળા માટે આજે સવારે ખાણીપીણીના એ કેટેગરીના બે પ્લોટની હરાજી રાખવામાં આવી હતી. સવારે 11 વાગ્યે હરાજીનો સમય હતો પરંતુ એક વાગ્યા સુધી માત્ર બે ધંધાર્થી આવ્યા હતા અને બાકીના ત્રણ આવે તેની રાહ જોઈને ત્રણ -ત્રણ પ્રાંત અધિકારીઓ સહિતના ઓફિસરો બેસી રહ્યા હતા.

બપોરે 1:00 વાગ્યા આસપાસ ફોર્મ ભરનાર તમામ ધંધાર્થીઓ આવી પહોંચ્યા હતા અને અમારી અમુક માગણીઓ છે, તે પૂરી થયા બાદ અમે હરાજીમાં ભાગ લઈશું. આ માગણીઓની રજૂઆત માટે બપોરે 4:00 વાગે પાછા આવીશું તેમ કહીને નીકળી ગયા હતા.

ધંધાર્થીઓનો સૌથી મોટો પ્રશ્ન અપસેટ પ્રાઇસને લગતો છે. આ વર્ષે સવા બે લાખ રૂપિયા અપસેટ પ્રાઇસ રાખવામાં આવી છે અને હરાજીમાં ભાગ લેતા સમયે 40,000 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવાનો હોય છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે અપસેટ પ્રાઇઝ ઘણી વધારે હોવાની વાતો કરી ધંધાર્થીઓ તે ઘટાડવા માટે માંગણી કરી રહ્યા છે.

આજે બપોર પછી બી વન કોર્નર ખાણીપીણીના 32 પ્લોટની હરાજી હતી. પરંતુ સવારની હરાજી નું કોકડું ગૂંચવાયું છે અને બપોરે હરાજીમાં શું કરવું એ મુદ્દે અધિકારીઓ મનોમંથનમાં લાગી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application