પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દુ સમુદાયના સભ્યોએ હૈદરાબાદ શહેરમાં એક ઐતિહાસિક મંદિરની છ એકર જમીન પર ગેરકાયદેસર કબજો કરવાનો વિરોધ કર્યો. આ વિરોધ રવિવારે (1 મે, 2025) ના રોજ કરાચીથી લગભગ 185 કિમી દૂર મુસા ખટિયાન જિલ્લાના ટંડો જામ શહેરમાં થયો હતો.
મંદિરની જમીન પર ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે- પાકિસ્તાની હિન્દુઓ
હિન્દુ સમુદાયના નેતા સીતલ મેઘવારે કહ્યું, "આ લોકોએ મુસા ખટિયાનમાં શિવ મંદિર શિવલાની જમીન પર ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી દીધું છે." હિન્દુ સમુદાયના કલ્યાણ અને અધિકારો માટે લડતી પાકિસ્તાન દલિત ઇત્તેહાદ-પાકિસ્તાન દ્રવિડ એલાયન્સ (PDI) ના આહ્વાન પર મહિલાઓ અને બાળકો સહિત વિરોધીઓ બહાર આવ્યા હતા.
શાહબાઝ સરકાર પાસેથી કાર્યવાહીની માંગ
બીજા સમુદાયના નેતા રામ સુંદરે કહ્યું, "મંદિર અમારા માટે પવિત્ર છે અને આ બિલ્ડરોએ સમુદાયના સ્મશાન સહિત મંદિરની આસપાસની જમીન પર બાંધકામ શરૂ કરી દીધું છે." વિરોધીઓએ સિંધના પ્રભાવશાળી કાશ્ખેલી સમુદાયના બિલ્ડરો સામે સરકાર પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી.
હૈદરાબાદ શહેરમાં વિરોધની ચેતવણી
શહેરમાં વિવિધ સ્થળોએ ધરણા કર્યા પછી, ટંડો જામ પ્રેસ ક્લબ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે, બિલ્ડરે શિવ મંદિર તરફ જવાના રસ્તાઓ પણ બંધ કરી દીધા છે, જેના કારણે સમુદાયના સભ્યો માટે સાપ્તાહિક પૂજા કરવામાં મુશ્કેલી પડી રહી છે. પીડીઆઈના વડા શિવા કાચીએ જણાવ્યું હતું કે, "પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને લેખિત ફરિયાદો આપવા છતાં, કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી. જમીન કબજે કરનારાઓના રાજકીય પ્રભાવને કારણે, પોલીસ અતિક્રમણ દૂર કરવા તૈયાર નથી."
તેમણે ચેતવણી આપી હતી કે જો સરકાર અને સ્થાનિક અધિકારીઓ આ તરફ ધ્યાન નહીં આપે, તો તેઓ આગામી તબક્કામાં હૈદરાબાદ શહેરમાં વિરોધ પ્રદર્શન કરશે અને ન્યાય માટે કોર્ટના દરવાજા પણ ખટખટાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ
June 04, 2025 11:27 AMજામનગરમા બ્રાસ ઉદ્યોગની પ્રતિષ્ઠિત સંસ્થાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
June 04, 2025 11:24 AMખંભાળિયામાં મોબાઈલ ફોનમાં આઈડી વડે ઓનલાઈન જુગાર રમતો શખ્સ ઝડપાયો
June 04, 2025 11:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech