અમરેલી સિવિલ હોસ્પિટલના નસગ સુપરવાઈઝર ઉપર ત્યાંજ નોકરી કરતા નસગ કર્મચારીએ છરી વડે હત્પમલો કરતા યુવકને ઇજા થતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. સુપરવાઈઝરએ વોર્ડમાં નીચે પડેલી નીડલ લઇ લેવા બાબતેનું કહેતા ફોનમાં ગાળો ભાંડી હતી અને બાદમાં સમાધાન માટે ભેગા થતા છરી મારવાનો પ્રયાસ કર્યેા હતો.
આ અંગે અમરેલી લાઠી રોડ વૃંદાવન પાર્ક શેરી નં–૩માં રહેતા અને અમરેલી સિવિલ હોસ્પિટલમાં નસગ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા સૌરભ નિલેશભાઈ પાથર (ઉ.વ.૨૫)ના યુવકે સીટી પોલીસમાં હોસ્પિટલમાં જ નસગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા પારસ મનસુખભાઈ કાછડીયા (રહે.બગસરા નટવરનગર)ના સામે ફરિયાદ નોંધાવી છે, ફરિયાદમાં જણાવ્યું છે કે, હત્પં મારી નોકરી ઉપર જતો ત્યારે એસ.આઈ. જીેશભાઈ ચાંચીયાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, નવી બિલ્ડિંગના ચોથા માળે વોર્ડમાં બાયોમેડિકલ વેસ્ટની નીડલ નીચે પડી ગઈ છે એ કલીન કરવા માટે ફરજ પર રહેલા નસગ સ્ટાફ પારસ કાછડીયાને કહેવા છતાં તે ના પાડે છે. આથી મેં પારસભાઈ સાથે વાત કરતા ફોનમાં મને ગાળો આપવા લાગ્યા હતા. આ બાબતની જાણ મેનેજિંગ ડિરેકટર દિનેશભાઇ કાપડિયાને કરતા તેણે નસગ કર્મી પારસને ઓફિસમાં બોલાવી ઠપકો આપ્યો હતો.
બાદમાં હોસ્પિટલના સુપરવાઈઝર સહિતના સ્ટાફે આપણે સ્ટાફમાં જ ઝગડો ન કરાઈ અને આ વાતનું સમાધાન કરવા મને ફોરવર્ડ ગ્રાઉન્ડમાં બોલાવ્યો હતો. હત્પં ત્યાં પહોંચતા જ બાઈકની ઘોડી ચડાવતો હતો ત્યાં જ પારસે નેફામાંથી છરી કાઢી મારવા જતા છરી પકડી લીધી હતી અને ત્યાં ઉભેલા અન્ય સ્ટાફે પાટર્સને પકડી લીધો હતો. પારસએ આંચકો મારતા છરીથી આંગળીમાં ઇજા થતા મને લોહી નીકળવા લાગ્યા હતા. પારસ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરી હવે ધ્યાને આવીશ તો જાનથી મારી નાખીસ ધમકી આપી હતી. બાદમાં મને સિવિલમાં સારવાર માટે લઇ ગયા હતા. બનાવ અંગે પોલીસે નસગ કર્મી પારસ કાછડીયા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech