માસૂમને ઇન્જેકશન આપી મોત આપનાર નસિગ સ્ટુડન્ટ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો

  • December 07, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિવિલ હોસ્પિટલ સંલ ઝનાના (એમસીએ) હોસ્પિટલમાં પાંચ મહિના પહેલા ગોંડલ પંથકના પરપ્રાંતીય પરિવારના પાંચ મહિનાના માસુમને સરકારી નસગ સ્ટાફની બેજવાબદારીથી સોઢા નસગ કોલેજના નસગ સ્ટુડન્ટ પિન્ટુ ફાંગલીયાએ નાસ મશીનમાં નાખી આપવાનું ઇન્જેકસન પગની વેનમાં આપી દેતા નવજાતનું કણ મોત નિપજયાના બનાવમાં પોલીસે નસગ સ્ટુડન્ટ પિન્ટુ અને એ વખતે વોર્ડમાં કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરતી નસગ કર્મી યુવતી સામે મૃતક બાળકની માતાની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસએ આઇપીસી ૩૦૪–અ મુજબ માત્ર બેદરકારી હોવાનો ગુનો દાખલ કરી બંનેને જામીન પર છોડી મુકવામાં આવ્યા હતા બાદમાં તબીબી અભિપ્રાય અને એફએસએલ રિપોર્ટના આધારે બાળકનું મોત ઇન્જેકશન આપવાથી થયું હોવાનું સામે આવતા પોલીસ દ્રારા બીએનએસની કલમ ૧૦૫ (સાપરાધ મનુષ્યવધ)નો ઉમેરો કરવા સરકારી વકીલ ભરતભાઈ સોલંકી મારફતે એડી.સિવિલ કોર્ટમાં અરજી કરવામાં આવતા પોલીસ અને સરકારી વકીલની દલીલના આધારે એડી.સિવિલ કોર્ટના જજએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ અરજીને માન્ય રાખી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી કોર્ટમાં રજુ કરવાનો હત્પકમ કરતા પોલીસે પિન્ટુ ફાંગલીયાની ધરપકડ કરી ગઈકાલે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હત્પકમ કરતા પોલીસે નસગ વિધાર્થીને જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી હતી. બનાવમાં પર પ્રાંતીય પરિવારે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવેલા માસુમ ફલને ગુમાવી દેતા આ મામલે સરકાર પરિવારને સહાય જાહેર કરે જેથી અન્ય બાળકનું ભવિષ્ય પરિવાર સુધારી શકે એટલી માનવતા દાખવવા આરોગ્ય કમિશનર સરકારના ધ્યાન પર મૂકે એ જરી છે

નસિગ કાઉન્સિલ બચાવે છે કે યુનિયન?
પાંચ પાંચ મહિના થઈ જવા છતાં રાયના નસગ કાઉન્સિલએ સરકારી નસગ કર્મચારીઓના માત્ર નિવેદન નોંધવાની કાચબા ગતિએ કાર્યવાહી કરી છે. જો કે નસગ કાઉન્સિલના રજિસ્ટ્રાર પ્રજ્ઞા ડાભી રબર સ્ટેમ્પ હોવાનું અને કાઉન્સિલ ઉપર યુનિયનની જ એક કડી ગોઠવાયેલી હોવાની ચર્ચા નસગ કર્મચારીઓમાં જ થઇ રહી છે. આ કેસમાં બચાવ માટે ઝનાનાના નસગ કર્મીઓ સંભવિત યુનિયનનો આશરો લે એવી પણ શકયતા સેવાઈ રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application