દેશના વરિષ્ઠ ન્યૂક્લિયર સાયન્ટીસ્ટ રાજગોપાલ ચિદમ્બરમનું નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા, તેમણે 1975 અને 1998ના પરમાણુ પરીક્ષણોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરમાણુ ઉર્જા વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી છે.
પરમાણુ ઉર્જા વિભાગના સચિવ તરીકે કામ કર્યું
અધિકારીએ જણાવ્યું કે પરમાણુ હથિયાર કાર્યક્રમ સાથે પણ સંકળાયેલા ચિદમ્બરમે મુંબઈની જસલોક હોસ્પિટલમાં સવારે 3.20 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે એટોમિક એનર્જી કમિશનના અધ્યક્ષ અને ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપી હતી. ચિદમ્બરમને 1975 અને 1999માં પદ્મશ્રી અને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સારી ન હતી. વૈજ્ઞાનિક તરીકેની તેમની કારકિર્દીમાં, ડૉ. ચિદમ્બરમે ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (BARC) ના નિયામક, અણુ ઉર્જા આયોગ (AEC)ના અધ્યક્ષ અને અણુ ઉર્જા વિભાગ (DAE)ના સચિવ તરીકે સેવા આપી હતી. તેઓ 1994-95 દરમિયાન ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ હતા.
ડૉ. ચિદમ્બરમ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પણ હતા. ડૉ. ચિદમ્બરમે ભારતના પરમાણુ શસ્ત્રો કાર્યક્રમમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી - પોખરણ-1 (1975) અને પોખરણ-2 (1998) માટે પરીક્ષણ તૈયારીઓ હાથ ધરી હતી.
પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગના સમર્થક, તેમણે ભારતના પરમાણુ ઊર્જા કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. ડૉ. ચિદમ્બરમને પદ્મશ્રી (1975) અને પદ્મ વિભૂષણ (1999) સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech