કેરળના કોલ્લમમાં દિવસના ૨૪ કલાક અને અઠવાડિયાના સાતેય દિવસ ચાલતી દેશની પ્રથમ ઓનલાઈન કોર્ટમાં ગઈકાલે સુનાવણી શ થઈ છે. ૨૪૭ ઓન્કો કોર્ટ નામની આ કોર્ટમાં એક મેજિસ્ટ્રેટ અને ત્રણ કર્મચારીઓ હશે. આમાં, કોઈપણ જગ્યાએથી ઓનલાઈન કેસ દાખલ કરી શકાય છે. આ માટે કોર્ટની વેબસાઈટ પર નિયત ફોર્મ ભરવાનું રહેશે.
આ પહેલ દેશમાં ન્યાયતંત્રને ડિજિટલ અને આધુનિક બનાવવાની ચળવળનો એક ભાગ છે. તેનો ઉદ્દેશ્ય વકીલો માટે ન્યાયિક પ્રક્રિયાને વધુ સુલભ, કાર્યક્ષમ અને પારદર્શક બનાવવાનો છે. હાલમાં કોલ્લમ જિલ્લાની ચાર કોર્ટમાં ઓનલાઈન કોર્ટ કાર્યવાહી શ થઈ ગઈ છે. કેરળના વધુ જિલ્લાઓમાં આવી અદાલતો શ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. કેરળ હાઈકોર્ટ ઓડિટોરિયમમાં આ વર્ષે ૧૭ ઓગસ્ટે ઓનલાઈન કોર્ટનું ઉધ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈએ કેરળની પહેલની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેનાથી લાખો ભારતીયોને મદદ મળશે. તમામ માટે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનું લય પ્રા થશે.
ઓનલાઈન કોર્ટ વકીલોને પણ ભૂલ વિના ફાઈલ દાખલ કરવા માર્ગદર્શન આપશે. તેમને પિટિશન ફાઇલ કરતી વખતે ધ્યાનમાં લેવાતી મહત્વની બાબતો અંગે માર્ગદર્શિકા મળશે. કોર્ટ સ્માર્ટ કેલેન્ડર પણ પ્રદાન કરશે જેનાથી વકીલો તેમના સમયપત્રકને ટ્રેક કરી શકશે અને કાર્યનું આયોજન કરી શકશે.
કોર્ટ બિલ્ડીંગમાં કોઈ સામાન્ય કોર્ટ પ્રવૃત્તિઓ થશે નહીં. કેસ દાખલ કરનાર અને વકીલોએ બ હાજર થવાની જર રહેશે નહીં. દલીલ, સુનાવણી અને ચુકાદા સહિત કેસની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હશે. પોલીસ સ્ટેશનમાં પણ ફોર્મ ઓનલાઈન મોકલવામાં આવશે. આરોપીઓ અને કેસ દાખલ કરનારાઓએ ફકત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરીને જામીન મેળવી શકાય છે. કોર્ટ ફી ઈ–પેમેન્ટ દ્રારા ચૂકવવામાં આવશે. સેટલમેન્ટ એકટ હેઠળ કોર્ટમાં ચેક કેસની સુનાવણી પણ કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech