વોટ્સએપ તેના લાખો યુઝર્સ માટે વધુ એક અદ્ભુત ફીચર લાવવા જઈ રહ્યું છે. આ નવા ફીચરની મદદથી યુઝર્સ વોટ્સએપ માં એઆઇ દ્વારા ફોટો એડિટ કરી શકશે. કંપ્નીનું આ નવું એઆઇ ટૂલ યુઝર્સને વધુ પર્સનલ ચેટિંગનો એક્સપીરીયન્સ આપશે. ડબ્લ્યુએબીઇટાઈંફોએ વોટ્સએપ પર આવનાર આ એઆઇ મેનેજ્ડ ફોટો એડિટિંગ ટૂલ વિશે માહિતી આપી હતી. ડબ્લ્યુએબીઇટાઈંફોએ આ આગામી ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. શેર કરેલ સ્ક્રીનશોટમાં આ નવી સુવિધા જોઈ શકાય છે. આમાં, કંપ્ની યુઝર્સને ઇન-એપ એઆઇ એડિટિંગ માટે બેકગ્રાઉન્ડ, રિસ્ટાઇલ અને એક્સપાન્ડ જેવા એઆઇ ટૂલ્સ આપી રહી છે.
બેકગ્રાઉન્ડ એઆઇ ટૂલની મદદથી યુઝર્સ ફોટોનું બેકગ્રાઉન્ડ બદલી શકશે. રીસ્ટાઈલ એઆઇ ટૂલ તમારા ફોટોને એક ફ્રેશ અને આર્ટીસ્ટીક લૂક આપશે. ફોટો એડિટિંગ માટે ઉપલબ્ધ એક્સપાન્ડ એઆઇ ટૂલ તમારી ઇમેજની સાઈઝ વધારશે. વોટ્સએપ્ના આ નવા ટૂલ્સ યુઝર્સને ફોટા સુધારવાનો વિકલ્પ આપશે. ડબ્લ્યુએબીઇટાઈંફોએ જણાવ્યું કે તેણે ગૂગલ પ્લે સ્ટોર પર એન્ડ્રોઈડ માટે વોટ્સએપ બીટાના વર્ઝન નંબર 2.24.7.13માં આ ફીચર જોયું છે. આ સુવિધા હજુ વિકાસના તબક્કામાં છે. બીટા પરીક્ષણ પૂર્ણ થયા પછી, કંપ્ની તમામ યુઝર્સ માટે તેનું સ્ટેબલ વર્ઝન રિલીઝ કરશે.
વોટ્સએપ સ્ટેટસ પોસ્ટ કરવાના શોખીન યુઝર્સ માટે એક અદભૂત ફીચર આવી રહ્યું છે. વોટ્સએપ ટૂંક સમયમાં સ્ટેટસ અપડેટ્સમાં પોસ્ટ કરવામાં આવેલા વીડિયોની ટાઈમલાઈન 30 સેક્ધડથી વધારીને 1 મિનિટ કરવા જઈ રહ્યું છે. ડબ્લ્યુએબીઇટાઈંફોએ થોડા દિવસો પહેલા આ નવા ફીચર વિશે માહિતી પણ આપી હતી અને તેના એક્સ એકાઉન્ટમાંથી આ ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. આ નવી સુવિધા હાલમાં જ બીટા વર્ઝનમાં આવી છે. જો તમે બીટા યુઝર છો, તો તમે એન્ડ્રોઈડ 2.24.7.6 માટે વોટ્સએપ બીટામાં આ અપડેટ ચેક કરી શકો છો. બીટા ટેસ્ટ પૂર્ણ થયા પછી કંપ્ની યુઝર્સ માટે તેનું સ્ટેબલ વર્ઝન રોલ આઉટ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech