ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ બાંગ્લાદેશની અશાંતિને કારણે મહિલા ટી–૨૦ વલ્ર્ડ કપને સંયુકત આરબ અમીરાત (યુએઈ)માં શિટ કરવાનો નિર્ણય લીધો છે. વલ્ર્ડ કપ ૩ થી ૨૦ ઓકટોબર દરમિયાન દુબઈ અને શારજાહમાં યોજાશે. તેની યજમાનીનો અધિકાર બાંગ્લાદેશ પાસે રહેશે જે સુનિશ્ચિત કરશે કે તેને આવકમાં તેનો હિસ્સો મળે.
આઈસીસી ચીફ એકિઝકયુટિવ યોફ એલાર્ડિસે એક નિવેદનમાં કહ્યું બાંગ્લાદેશમાં મહિલા ટી–૨૦ વલ્ર્ડ કપનું આયોજન ન કરવું એ શરમજનક છે, કારણ કે આપણે જાણીએ છીએ કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) એક યાદગાર ઇવેન્ટનું આયોજન કરી શકયું હોત. બાંગ્લાદેશમાં આ ઈવેન્ટનું આયોજન કરવા માટેના તમામ રસ્તાઓ શોધવા માટે હત્પં બીસીબી ટીમનો આભાર માનું છું, પરંતુ ઘણી સહભાગી ટીમોની સરકારોની મુસાફરી સલાહકારને કારણે આ શકય બન્યું ન હતું, જોકે તેઓ હોસ્ટિંગ અધિકારો જાળવી રાખશે. અમને આશા છે કે નજીકના ભવિષ્યમાં બાંગ્લાદેશમાં આઈસીસી વૈશ્વિક ઇવેન્ટ યોજાશે.
આઈસીસી હેડકવાર્ટર યુએઈ તાજેતરના વર્ષેામાં ક્રિકેટ માટે મહત્વપૂર્ણ હબ બની ગયું છે, જે ૨૦૨૧માં ઓમાન સાથે અનેક કવોલિફાયર ટૂર્નામેન્ટ તેમજ આઈસીસી મેન્સ ટી–૨૦ વલ્ર્ડ કપનું આયોજન કરે છે.
શેખ હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ સરકારના પતન પછી દેશભરમાં ફાટી નીકળેલી હિંસાની ઘટનાઓમાં ૨૩૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને ૮૪ વર્ષીય નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે દેશમાં વચગાળાની સરકાર રચી છે. તેના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાનના નજીકના ગણાતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસન પાપોન પણ દેશ છોડીને ભાગી ગયા છે. આઈસીસીનો આ નિર્ણય ઓસ્ટ્રેલિયાની ટી–૨૦ કેપ્ટન એલિસા હીલીએ સોમવારે ત્યાં રમવા અંગે આશંકા વ્યકત કર્યા બાદ આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech