હવે એક જ યુપીઆઈ એકાઉન્ટમાંથી પાંચ લોકો પેમેન્ટ કરી શકશે. એક યુપીઆઈ એકાઉન્ટ પાંચ મોબાઈલ પર વાપરી શકાશે. ભારતીય રિઝર્વ બેંકે યુપીઆઈ સર્કલ ડેલિગેટેડ પેમેન્ટ સર્વિસ શ કરી છે. તેને નેશનલ પેમેન્ટ કોર્પેારેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) દ્રારા લોન્ચ કરવામાં આવ્યું છે. તેના દ્રારા એક દિવસમાં વધુમાં વધુ ૫,૦૦૦ પિયા અને મહિનામાં ૧૫,૦૦૦ પિયાનું ટ્રાન્ઝેકશન કરી શકાય છે.
મોબાઇલમાં યુપીઆઈની આ નવી સુવિધાને સક્રિય કરીને, યુપીઆઈમાં પાંચ વ્યકિતઓને ઉમેરી શકાય છે. ત્યારબાદ દરેક એક જ બેંક ખાતામાંથી યુપીઆઈ પેમેન્ટ કરી શકશે. આ સુવિધા એવા લોકોને રાહત આપશે જેમનું પોતાનું કોઈ બેંક ખાતું નથી. આજે પણ ઘરમાં એવા ઘણા લોકો છે જેમાં પરિવારના વડાનું બેંક ખાતું છે. પરંતુ ઘરમાં રહેતા વૃદ્ધો, બાળકો અને મહિલાઓ પાસે બેંક ખાતા નથી અને આ લોકો પેમેન્ટ માટે અન્ય પર આધાર રાખે છે. આવા લોકોને ધ્યાનમાં રાખીને આ સુવિધા શ કરવામાં આવી છે.
બે પ્રકારના યુઝર્સ હશે એક પ્રાઇમરી યુઝર્સ અને બીજા સેકેન્ડરી યુઝર્સ. પ્રાઇમરી યુઝર્સ એટલે જેમના મોબાઇલ નંબર સાથે (ફોનમાં) યુપીઆઈ એકાઉન્ટ લિંક છે. સેકેન્ડરી યુઝર્સ એટલે એ લોકો જેમને પ્રાઇમરી યુઝર્સ તેમના એકાઉન્ટ વડે પેમેન્ટ કરવાની પરમિશન આપશે. આ ફીચરની મદદથી જો તમારી પત્નીને લિંક કરશો તો તમે પ્રાઇમરી યુઝર ગણાશો અને તમારી પત્ની સેકેન્ડરી. એક પ્રાઇમરી યુઝર્સ વધુમાં વધુ પાંચ લોકોને લિંક કરી શકશે. જે લોકો કોન્ટેકટ લિસ્ટમાં હશે તેમને જ સેકેન્ડરી યુઝર તરીકેનો એકસેસ આપી શકાશે. એકસેસ આપવા માટે પ્રાઇમરી યુઝરને કયુઆર કોડ સ્કેન કરવો પડશે અથવા મેન્યુઅલી યુપીઆઈ આઇડી એન્ટર કરવું પડશે. સેકેન્ડરી યુઝર્સ કોઇ પણ યુપીઆઈ એપનો ઉપયોગ કરી શકશે. પ્રાઇમરી યુઝર પાસે જે એપ હોય તે જ વાપરવી તે જરી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech