દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ હોલિવૂડ ફિલ્મ ’આયર્ન મેન’ જેવો રોબોટ બનાવ્યો છે. જે લોકો ચાલવામાં અસમર્થ છે (પેરાપ્લેજિક) તેઓ તેને પહેરીને ચાલી શકે છે. આ રોબોટ લોકોના શરીર સાથે જોડાયેલો હોય છે અને તેમને ચાલવામાં, અવરોધો પાર કરવામાં, સીડીઓ ચઢવામાં મદદ કરે છે. તે કોરિયા એડવાન્સ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની એક્ઝોસ્કેલેટન લેબની ટીમ દ્વારા વિકસાવવામાં આવી હતી.
ટીમનું કહેવું છે કે તે વિકલાંગ લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બની શકે છે. ટીમના સભ્ય કિમ સુંગ-હ્વાન પોતે પેરાપ્લેજિક છે. તે રોબોટનો પ્રોટોટાઈપ પહેરીને 3.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલ્યો હતો. તે સીડીઓ ચઢી અને ડાબે અને જમણે ચાલીને બેંચ પર બેઠો. કિમે કહ્યું, ’આ રોબોટ મારી પાસે આવી શકે છે. વ્હીલચેરમાં બેસીને હું તેને પહેરીને ઉભો રહી શકું છું. કિમ સુંગ-હ્વાને વિકલાંગ લોકોની રેસમાં રોબોટ પહેરીને ગોલ્ડ મેડલ જીત્યો છે.
એલ્યુમિનિયમ અને ટાઇટેનિયમથી બનેલા આ રોબોટનું વજન 50 કિલો છે. તે 12 ઇલેક્ટ્રોનિક મોટર્સથી સજ્જ છે, જે ચાલતી વખતે માનવ સાંધાઓની હિલચાલની નકલ કરે છે. રોબોટના આગળના ભાગમાં લેન્સ છે. આ આંખોની જેમ કામ કરે છે. લેન્સ સીડી અને અવરોધોની ઊંચાઈનું વિશ્લેષણ કરે છે. આ સુવિધા એવા લોકો માટે છે જેમણે શરીરની સંવેદનાઓ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે.
હોલીવુડ ફિલ્મ ’આયર્ન મેન’માં રોબોટિક સૂટ આપમેળે હીરોના શરીર સાથે જોડાઈ જાય છે. કોરિયન વૈજ્ઞાનિકોને ફિલ્મ જોયા બાદ ’વોકન સૂટ એફ-1’ બનાવવાની પ્રેરણા મળી હતી. તે સેન્સર્સથી સજ્જ છે જે પ્રતિ સેક્ધડમાં તળિયા અને શરીરના ઉપરના ભાગમાંથી 1,000 સિગ્નલ રેકોર્ડ કરે છે. સેન્સર વપરાશકતર્નિે સંતુલન જાળવવામાં અને હલનચલન સમજવામાં મદદ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગણેશનગરમાં જુગાર રમતા કુખ્યાત ઈભલા સહિત છ શખસો ઝડપાયા
April 23, 2025 02:47 PMશહેરમાં હાર્ટએટેકથી બે આધેડના મુત્યુ: પરિવારમાં ગમગીની
April 23, 2025 02:44 PMમમ્મી કાલે હું છાપામાં આવીશ: એ કાલ જુવે પહેલા રોનકની દુનિયાને અલવિદા
April 23, 2025 02:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech