રાજકોટ અને સુરેન્દ્રનગરના ત્રણ ગંભીર ગુનામાં ફરાર આરોપીને રેન્જની ટીમે હરણીયા ગામેથી ઝડપી લીધો
રાજકોટ રેન્જની ટીમે રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખંડણી, હત્યાનો પ્રયાસ અને મારમારીના ગુનામાં ફરાર વીંછિયાના શખસને હરણીયા ગામેથી ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે સુરેન્દ્રનગરના ધજાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાયે વિવિધ ગુનામાં નાસતા ફરતા શખશોને પકડી કાર્યવાહી કરવા સૂચના આપી હોય જે અંતર્ગત રાજકોટ રેન્જના પી.આઈ. અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એન.મોરી, બી.સી.મીયાત્રા,સી.એમ.કાંટેલીયાની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજકોટ ગ્રામ્ય, જિલ્લાના તથા સુરેન્દ્રનગરના ત્રણ મારામારીના ગુનામાં નાસતો ફરતો શખસ જયદિપ ભરતભાઇ પટગીર (રહે.વિંછીયા) હરણીયા ગામના ચબુતરા પાસે રોકાયેલ છે. પોલીસે બાતમીના આધારે શખસને પકડી પાડ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો.
આ કામગીરીમાં ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદીપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ તથા ફતેસંગ પરમાર સાથે રહ્યા હતા.