BREAKING NEWS

પખવાડિયા પહેલા જામીન પર છૂટેલો કુખ્યાત રોમિયો ત્રીજીવાર એમ.ડી. ડ્રગ્સ સો ઝડપાયો

  • May 26, 2026 08:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલી શિવપરા સોસાયટીમાં રહેતો કુખ્યાત ડ્રગ્સ પેડલર ઈરફાન ઉર્ફે રોમિયો સુધરવાનું નામ લેતો ની. અગાઉ બે વાર એમ.ડી. ડ્રગ્સમાં ઝડપાઈ ચૂકેલો આ પેડલર એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં જામીન પર મુક્ત તાં જ ફરીવાર ખેપ મારી આવ્યો હતો. ત્રણ દિવસ પહેલાં જ રાજસનના ચાચુરની ગામેી શંભુ મહેર નામના શખસ પાસેી તે ૨૦ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ લાવ્યો હતો. ડ્રગ્સનું વેચાણ કરે તે પૂર્વે જ એસ.ઓ.જી.ની ટીમે તેને રૂ. ૪૨ હજારી વધુની કિંમતના મેફેડ્રોન સો તેને ઝડપી લીધો હતો.શહેરના યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને નાર્કોટિક્સ પર્દાોની હેરાફેરી તેમજ વેચાણ કરતા તત્વો વિરુદ્ધ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સી.પી. ચૈતન્ય મંડલીક, ડી.સી.પી. ક્રાઈમ જગદીશ બાંગરવા અને ઇન્ચાર્જ એ.સી.પી. ક્રાઈમ વી. વી. જાડેજા દ્વારા સે નો ટુ ડ્રગ્સ મિશન હેઠળ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
આ સૂચનાના અનુસંધાને એસ.ઓ.જી.ના પી.આઈ. એન. બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ. વી. જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એ.એસ.આઈ. ઇંદ્રજીતસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે રૈયા રોડ, શિવપરા સોસાયટી શેરી નં. ૫માં દરજીની વાડી સામે આવેલા ઈરફાન ઉર્ફે રોમિયોના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. રૂ. ૪૨,૩૦૦ની કિંમતનું ૧૪.૧૦૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ અને મોબાઈલ સહિત કુલ રૂ. ૪૭,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી આરોપી ઈરફાન ઉર્ફે રોમિયો હનીફભાઈ ચાનિયા (ઉંમર વર્ષ ૩૪)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હા ધરી છે.પ્રાથમિક પૂછપરછમાં પેડલરે કબૂલાત કરી હતી કે, તે ત્રણ દિવસ પહેલાં બસ દ્વારા મધ્યપ્રદેશની સરહદ નજીક આવેલા રાજસનના ચાચુરની ગામે ગયો હતો. ત્યાં શંભુ મહેર નામના શખસ પાસેી ૨૦ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ ખરીદીને તે ટ્રેન મારફતે રાજકોટ પરત આવ્યો હતો. પોતે પણ ડ્રગ્સનો બંધાણી હોવાી તેમાંથી  ૫ ગ્રામ ડ્રગ્સનું તેણે પોતે જ સેવન કરી લીધું હોવાનું રટણ કર્યું હતું.આરોપી ઈરફાન અગાઉ પણ બે વખત એમ.ડી. ડ્રગ્સ વેચતા રંગેહાથ  પકડાઈ ચૂક્યો છે. ગત વર્ષે જ એસ.ઓ.જી. ટીમે તેને કુવાડવા અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની હદમાંથી  ૯ ગ્રામ અને ૧૩ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સો ઝડપાયો હતો. આ ગુનામાં માત્ર ૧૫ દિવસ પહેલાં જ તે જામીન પર છૂટ્યો હતો અને બહાર આવતાની સો જ ફરી થી  ડ્રગ્સનું નેટવર્ક શરૂ કરી દીધું હતું. આરોપીને ઝડપી લેવાની આ કામગીરીમાં એએસઆઇ ઇન્દ્રજીતસિંહ જાડેજા, ફિરોઝ રાઠોડ, અરૂણભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ, હેડ કોન્સ. દિગ્વિજયસિંહ, કોન્સ. હાર્દિકસિંહ, યોગેન્દ્રસિંહ, નિર્મળસિંહ, નરેશભાઇ સો રહ્યા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application