નામચીન શખસ ભરત કુંગશીયાએ ડેરી સંચાલકને ધમકાવ્યા બાદ રોણકી ગામે તેના પિતરાઇની વાડીએ નંબર પ્લેટ વગરની ત્રણ કાર સાથે પાંચથી છ અજાણ્યા શખસો સાથે ધસી ગયો હતો અને મારી વિધ્ધ અગાઉ કેસ કર્યા હોય તે પાછા ખેંચી લેજો નહીંતર મારી નાખીશ મારે તો જેલમાં જવાનું જ છે તેમ કહી ધમકી આપી હતી.આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અગાઉના ગુનામાં પ્ર.નગર પોલીસે નામચીન શખસને રેલનગર પાસેથી ઝડપી લીધો હોય હવે ગાંધીગ્રામ પોલીસ આરોપીનો કબજો લેશે.
નાનામવા રોડ પર ન્યૂ ગાંધી સોસાયટીમાં રહેતા વીરજીભાઇ રવજીભાઇ કાકડિયાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં પોપટપરમાં રહેતા ભરત રઘુભાઇ કુંગશીયા અને તેની સાથેના અજાણ્યા પાંચથી છ શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તા.૧૧ના રોજ તેના મોટા ભાઇ કાનજીભાઇ સહિતના રોણકી ગામે જમીનમાં ખેતીકામ કરતા હતા ત્યારે ભરત રઘુભાઇ કુંગશિયા વાડીના ગેટ પાસે આવી બોલાવ્યા હતા.બન્ને ભાઇઓ તેની પાસે ગયા હતા ત્યારે ભરત સ્કોર્પિયો કારમાંથી ધોકો લઇને નીચે ઉતર્યેા હતો અને અમને ધમકી આપી હતી કે અમારા ઉપર કેસ કર્યેા છે તે પરત ખેંચી લેજો નહીતર જાનથી મારી નાખીશ કહી જતો રહ્યો હતો.
ત્યાર બાદ વિરજીભાઇ તેની બીજી વાડીએ આંટો મારવા જતા હતો ત્યારે ફરી વાડીએ આવી ત્યારે તેની સાથે નંબર વગરની ત્રણ કારમાં પાંચ શખસો સાથે હતા.બધા ધોકા સાથે ઉતર્યા હતા અને મને ભરતે ધમકી આપી હતી કે, મારી ઉપર કેસ કર્યેા છે. તે પાછો ખેંચી લેજો નહીંતર મારી નાખીશ. મારે જેલમાં તો જવાનું છે તો તને મારીને જેલમાં જઇશ તેવું કહી ધમકી આપી જતા રહ્યા હતા. પ્ર.નગર પોલીસે ભરતની ધરપકડ કરી હતી.ત્યારે હવે ગાંધીગ્રામ પોલીસ આરોપીનો કબજો લેવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech