જામનગરમાં અપહરણનો લિસ્ટેડ આરોપી ઝડપાયો

  • June 07, 2025 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૦ વર્ષથી પોલીસને હાથતાળી આપતા આખરે પેરોલ ફર્લો સ્કવોડના સકંજામાં

જામનગરના અપહરણના ગુનામાં ૧૦ વર્ષથી લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડયો હતો.

જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલસીબી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ એબ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરુરી વર્કઆઉટમાં હતા.

દરમ્યાન સ્ટાફના કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ ડાંગર, મહિપાલ સાદીયા, હાર્દિકભાઇ ભટ્ટ, દિલીપસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે સીટી-સી ડીવીઝનના અપહરણના ગુનામાં લીસ્ટેડ નાસતા ફરતા આરોપી જયેન્દ્રસિંહ ઉર્ફે જૈલી હઠીસિંહ જાડેજા (ઉ.વ.૩૩) રહે. ભકતીનગર વુલનમીલ, વ્હોરા બિલ્ડીંગ સામે જામનગરવાળાની તપાસ કરતા આરોપીને જામનગર શહેર ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application