ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે જો રૂટ વિશે એક મોટી ભવિષ્યવાણી કરી છે. જેણે ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. પોન્ટિંગનું માનવું છે કે ઇંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન જો રૂટ આગામી વર્ષોમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી શકે છે. પોન્ટિંગે કહ્યું કે જો રૂટ તેના વર્તમાન ફોર્મ અને રન બનાવવાનું જાળવી રાખે તો તે સચિનના 15,921 રનના રેકોર્ડને તોડી શકે છે.
જો રૂટે 12,000 રનનો આંકડો પાર કર્યો
હમણાં જ જો રૂટે વેસ્ટ ઈન્ડિઝ સામેની એજબેસ્ટન ટેસ્ટમાં 12,000 રનનો આંકડો પાર કર્યો અને તે ટેસ્ટ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર સાતમો બેટ્સમેન બન્યો. અત્યાર સુધીમાં તેણે 143 ટેસ્ટ મેચોમાં 50.11ની એવરેજથી 12,027 રન બનાવ્યા છે. જેમાં 32 સદી અને 63 અડધી સદી સામેલ છે.
રૂટ હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં સાતમા સ્થાને છે. પોન્ટિંગના મતે તે ટૂંક સમયમાં શ્રીલંકાના કુમાર સંગાકારાના 12,400 રન અને તેના ભૂતપૂર્વ સાથી ખેલાડી એલિસ્ટર કૂકના 12,472 રનને પાછળ છોડી શકે છે. પોન્ટિંગનું માનવું છે કે રૂટમાં તેંડુલકરનો રેકોર્ડ તોડવાની કે નજીક આવવાની ક્ષમતા છે.
પોન્ટિંગે એમ પણ કહ્યું કે રૂટે તાજેતરના વર્ષોમાં તેની રમતમાં સુધારો કર્યો છે અને તે સાતત્ય જાળવી રાખવામાં સફળ રહ્યો છે. તેણે કહ્યું- "ચાર-પાંચ વર્ષ પહેલા ઘણી વખત તે 50 રન બનાવ્યા પછી સદી ફટકારી શક્યો ન હતો પરંતુ હવે તે 50ને પાર કર્યા પછી દર વખતે મોટી સદી ફટકારી રહ્યો છે. આ તેનો સૌથી મોટો બદલાવ છે."
સચિન તેંડુલકરના નામે 200 ટેસ્ટ મેચોમાં 15,921 રન છે. જ્યારે પોન્ટિંગ પોતે 168 ટેસ્ટ મેચોમાં 13,378 રન સાથે બીજા સ્થાને છે. પોન્ટિંગે 'ICC રિવ્યૂ'માં કહ્યું - "રુટમાં આ કરવાની ક્ષમતા છે. તે 33 વર્ષનો છે અને 3000 રન પાછળ છે. જો તે દર વર્ષે 10 થી 14 ટેસ્ટ રમે છે અને વાર્ષિક 800 થી 1,000 રન બનાવે છે, તો તેને 3-4 વર્ષ લાગી શકે છે, જે દરમિયાન તેની ઉંમર 37 વર્ષની થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech