BREAKING NEWS

ગિરનાર-સનાતન મુદ્દે સમાધાન નહીં, સનાતનીઓનો હુંકાર

  • April 24, 2026 09:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ગિરનાર મુદ્દે ગઈકાલે ગિરનાર સંરક્ષણ સમિતિના નેજા હેઠળ સનાતનીઓ દ્વારા ઝાંસીની રાણીના સર્કલ ખાતે સભા બાદ કલેકટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. જેમાં વિવિધ સંપ્રદાયના સંતો મહંતો, હિન્દુ સંગઠનો, આગેવાનો અને શહેરીજનો જોડાયા હતા. સમગ્ર વિસ્તાર ભગવા રંગે રંગાયો હતો. ત્યારબાદ સનાતન સંરક્ષણ સમિતિ માં સંતો મહંતો અને સંગઠનોના નેજા હેઠળ કક્લેક્ટરને ૬૦ મુદ્દાઓ સાથેનું આવેદન આપ્યું હતું અને એક માસનું અલ્ટીમેટમ આપ્યું છે. જેમાં ગેરડાપકેસર દબાણોની પણ પાછી આપવામાં આવી છે. ગઈકાલે ભવનાથ અને ઝાંઝરડા રોડ પરના વેપારીઓએ સફાડ બંધ રાખ્યો હતો.
જૂનાગઢમાં વિશ્વપ્રસિદ્ધ ગીરનાર ક્ષેત્રની ધાર્મિક અસ્મિતા અને સનાતની પરંપરા પર કથિત જોખમને પગલે સંતો મહંતો અને હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. ગિરનાર પર્વત પરના પ્રાચીન ધાર્મિક સ્થાનો અને સાર્વજનિક મિલકતો પર થઈ રહેલા અતિક્રમણ તેમજ
સરકારી દસ્તાવેજોમાં ગંભીર ગેરરીતીના વિરોધમાં આરપારની લડાઈના મંડાણ થયા છે. ગઈકાલે બપોરે ઝાંસીની રાણીના સઈલે સનાતન સંરક્ષણ સમિતિ દ્વારા સભા યોજવામાં આવી હતી. આ સભામાં જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત વિવિધ અખાડાઓના સંતો મહંતો એક મંચ પર આવ્યા હતા. આ ઉપરાંત હિન્દુ સંગઠનો, સામાજિક આગેવાનો, મહિલાઓ જોડાયા હતા. ભવનાથ અને ઝાંઝરડા વિસ્તાર બપોરે સાદ બંધ રહ્યો હતો. ત્યાંના વેપારીઓ પણ રેલીમાં જોડાયા હતા. ગઈકાલે સભા પ્રારંભે ભુતનાથ મંદિરના મહંત મહેશ ગીરી બાપુએ જણાવ્યું હતું કે સનાતન હવે સહનશીલતાની
સીમા પાર કરી ચૂકયો છે. ગિરનાર પર કોઈ પણ પ્રકારના ચેડા, અતિક્રમણ કે રાજકીય ખેલ સહન કરવામાં નહીં આવે, ગિરનાર અથવા સનાતન બાબતે કોઈ સમાધાન નહીં તેઓ સ્પષ્ટ સંદેશો આપી આ માત્ર શબ્દો નહીં પરંતુ ચેતવણી હોવાનો હુંકાર કર્યો હતો. સર્કલ જનમેદનીથી ખીચો ખીચ ભરાયું હતું. સ્થળ પર સ્વામિનારાયણ, વૈષ્ણવ, વિવિધ અખાડાઓ, કિન્નર અખાડાઓ, એક સાથે ગિરનાર મામલે એક જૂટ થયા હતા. સનાતન એવી શક્તિ છે જે શાંત હોય ત્યારે ગંગા અને જાગે ત્યારે જ્વાળામુખી બની જાય જેથી ગિરનાર કોઈ સામાન્ય જગ્યા નથી તે કરોડોની શ્રદ્ધાળુઓની આસ્થા છે. જેથી
(તસવીર: શૈલેષ પારેખ-જૂનાગઢ)
આસ્થા સાથે ચેડા ચલાવી લેવાશે નહીં તેવી ચીમકી પણ આપી હતી. સભા પૂર્ણ થયા બાદ સરદારબાગથી કલેક્ટર કચેરી સુધી રેલી પોજવામાં આવી હતી. આ રેલીમાં ભગવા ધ્વજ, હર હર મહાદેવનો જયકાર અને 'એકતા સાથે ગિરનારની રક્ષા', 'ગીરનાર બચાવો' સહિતના પ્લે કાર્ડ સાથે સનાતનીઓ રેલીમાં જોડાયા હતા. સમગ્ર વિસ્તાર ભગવા રંગે રંગાયો હતો અને કલેકટર કચેરીએ હકડેઠઠ મેદની પહોંચી હતી ત્યારબાદ સનાતન સંરક્ષણ સમિતિના નેજા હેઠળ વિવિધ સંપ્રદાયના સંતો મહંતોએ જિલ્લા કલેકટર અનિલ રાણાવસીયાને ગિરનાર સરક્ષણ સમિતિ દ્વારા ૬૦ મુદ્દાઓ સાથેનું આવેદન
સંરક્ષણ સમિતિની રચના બે પ્રતિનિધિઓ નિમાયા
ભુતનાથ મંદિરના મહંત મહેશ ગીરી બાપુએ ગઈકાલે સભા દરમિયાન સનાતન સંરક્ષણ સમિતિ રજીસ્ટ્રેશન કરવાની તૈયારી થઈ ગઈ છે અને તેમાં ભગવતી ઘસ બાપુ અને મહાદેવ ગીરીબાપુ બે સંતોને પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને આગામી દિવસોમાં થનાર કાર્યક્રમ અંગે પણ આ બંને દ્વારા જ પ્રવક્તા તરીકે કામગીરી કરવામાં આવશે. જોકે આ સિવાય અન્ય કોઈ પોતાનું મંતવ્ય આપશે તો તે વ્યક્તિગત ગણાશે તેવો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આપ્યું હતું અને ગિરનાર પર કોઈ પણ દબાણ ચલાવી લેવામાં નહીં આવે અને રજૂ કરેલ માંગ પૂર્ણ કરવા 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.
સંરક્ષણ સમિતિ દ્વારા થયેલ વિવિધ રજૂઆતો
ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા અપાયેલ આવેદનપત્રમાં સીતાવનની આસપાસ અતિ દુર્લભ વૃક્ષોનું છેદન અટકાવી તેનું રક્ષણ કરવા, જંગલ વિસ્તારની હદમાં બિનઅધિકૃત ડેરીઓ બનાવવામાં આવી છે અને ખોટી ચરણપાદુકા મૂકીને જગ્યાના નામ બદલવા પ્રયાસ કરી રહ્યા છે, ગિરનાર વિસ્તારમાં વન વિભાગની હદમાં અનેક સ્થળોએ થયેલ ગેરકાયદેસર બાંધકામ, ગિરનાર ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના નવા સ્મારકો કે અગ્નિસંસ્કારની જગ્યાઓ ન બનાવવી ગિરનાર ક્ષેત્રમાં રાત્રિ રોકાણ દરમિયાન તથા સત્સંગ અને ભજન કીર્તનના આયોજનમાં કોઈ અડચણ ન આવવી તથા શ્રદ્ધાળુ અને સંતોને રાત્રી રોકાવવાની છૂટ મળવી જોઈએ, પૌરાણિક કુંડો સનાતન યો માટે ખુલ્લા મુકવા, ૧૧ કેવી વીજલાઇનનું કામ પૂર્ણ કરવા આ ઉપરાંત મહાશિવરાત્રી અને લીલી પરિક્રમામાં આવતા અન્ન ક્ષેત્રો અને ઉતારા મંડળોને કનડગત ન થવી, ગિરનાર પર આવતા ભાવિકોને સૌચાલય અને પાણીની સુવિધા આપવી, સનાતનની અને ઓળખ પત્ર આપી અવર જવાની છૂટ આપવી, ગિરનારની સીડીનો જીર્ણોદ્ધાર કરવા તથા ગિરનાર રોપવે ભાવ ઘટાડવા, ૧૯૬૨-૬૩ માં ફોરેસ્ટ જેટલું પેમેન્ટ દ્વારા જંગલ વિસ્તારમાંથી બાકાત કરવામાં આવેલી જગ્યાઓને સીટી સર્વે નંબર આપેલ નથી તો તે કાર્યવાહી કરવા, સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કરવા, ૧૯૮૦ માં ગિરનારને રિઝર્વ ફોરેસ્ટ જાહેર થયું તે સમયે કાયદેસર અને બિન કાયદેસર જગ્યાઓની માપણી અંગેની વિગત આપવા, ગિરનારની લીલી પરિક્રમા સિવાય એક પણ રૂટ પર અન્ય દિવસોમાં પરિક્રમા અને મંજૂરીના આપવા, ભવનાથમાં પ્લાસ્ટિક પેકિંગમાં ચીજ વસ્તુઓનું વેચાણ કરવા, મહાશિવરાત્રી મેળા માટે વધારાની ૨૦૦થી૨૫૦ તે કર જમીન ભવનાથ ક્ષેત્રમાં ઉપલબ્ધ કરી તાત્કાલિક ધોરણે ફાળવવી, જલારામ પરિક્રમાને કાયમી ધોરણે મંજૂરી આપવા આ ઉપરાંત ધમોદર કુંડમાં ગટરના પાણી ભળી રહ્યા છે તેને દૂર કરવા અને નિયમિત આવવાથી સાફ-સફાઈ કરવી, આ ઉપરાંત આવેદનમાં ઉલ્લેખ થયા મુજબ જૈન શ્વેતાંબર સંપ્રધય અને તેના વહીવટ કરતા એ ૧૯૮૦ થી અત્યાર સુધીમાં ૬૦ હજાર ચોરસ ફૂટનું વન વિભાગની હદમાં બાંધકામ કરવામાં આવ્યું છે આ બાંધકામ કબજો કર્યો તે દૂર કરવા. સહિતના ગિરનાર, પર્યાવરણ, ધર્મ, સુરક્ષા અને આધ્યાત્મિકતા સહિતના વિવિધ મુદ્દાઓ પર કલેકટરને આવેદન આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application