પોરબંદરના નવીબંદર અને માધવપુર ગામેથી પોલીસે અગિયાર જુગારીઓને ૧૦,૩૩૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા છે.
માધવપુરની સીમમાં દરોડો
માધવપુરની સીમમાં બાબુડી વિસ્તારમાં રાત્રે પોણા બે વાગ્યે કેટલાક જુગારીઓ પત્તા ટીંચતા હતા ત્યારે માધવપુર પોલીસે દરોડો પાડયો હતો જેમાં બાબુડી વિસ્તારના નવ જુગારીઓ હિતેશ નાગજી બામણીયા, દુષ્યંત ગોવિંદ વાજા, અશોક ગોવિંદ બામણીયા, કિરણ પરબત બામણીયા, શાંતિભાઇ વજશી વાજા, મયુર લખુભાઇ ભુવા, ભાવેશ હેમંત બામણીયા, નગીન હીરા બામણીયા અને રામદે ઉર્ફે રામ કરશન બામણીયાને જુગાર રમતા ૨૧,૨૮૦ની રોકડ સાથે પકડી પાડયા હતા.
નવીબંદરમાં દરોડો
પોરબંદરના નવીબંદર ગામે ખાડીકાંઠે ફીશરીઝ કચેરીની ઓફિસ પાસે બપોરે પોણા ત્રણ વાગ્યે જુગાર રમી રહેલા પોરબંદરના ભાટીયાબજારમાં રહેતા રાજુ પ્રેમજી સલેટ, પ્રતાપ હાથીભાઇ વાંક અને નાગરવાડાના કાનજી કારા સુખડીયાની પોલીસે ૧૦,૩૩૦ની રોકડ સાથે ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLIC ખરીદશે હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીમાં હિસ્સો, આ કંપની સાથે થઈ શકે છે ડીલ
March 18, 2025 09:04 PMપાલડીમાં 100 કરોડના સોનાનો ઘટસ્ફોટ: 57 કિલો સોનું દાણચોરીથી લવાયું, બે આરોપીની શોધખોળ
March 18, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech