વીરપુરના ઉમરાળી ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર રાજકોટ એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર સંચાલક તેમજ ચાર મહિલા સહીત નવ વ્યક્તિઓને પકડી લઈ રોકડ અને એક કાર મળી કુલ રૂ.2,85000નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, ઉમરાળી ગામે રહેતો સંકેત મુળજીભાઈ સોજીત્રા પોતાની વાડીએ બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડી રહ્યો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર સંચાલક સંકેત મુળજીભાઈ સોજીત્રા તેમજ જુગાર રમવા આવેલા મેરામણ સોમાભાઇ સુવા, (રહે. સુવા પ્લોટ ઉપલેટા), કિશોર મગનભાઇ કુંડલીયા (રહે.સુંદરમ પાર્ક આજી ડેમ ચોકડી રાજકોટ), મહેશ ભુરાભાઇ ભોજાણી (રહે. આજીડેમ ચોકડી ભારતનગર સંતોષી ચોક), ધર્મેન્દ્રસિંહ મંગળસિંહ સોલંકી (રહે.રામરાજ સ્ટોર પાસે, ઢાંકની ગારી, ઉપલેટા), સતીબેન દેવાયતભાઇ ડાંગર (રહે. ગોકુલનગર શેરી નં.૬, રોડા રોડ જામનગર), વાલીબેન ઉર્ફે શાંતીબેન પરબતભાઇ કેશવાલા (રહે.સાઇબાબાના મંદીર પાસે, નરસંગ ટેકરી પોરબંદર), કમુબેન ઉર્ફે કંચનબેન મહેશભાઇ ભોજાણી (રહે. ભારતનગર સંતોષી ચોક, આજી ડેમ ચોકડી), હંસાબેન મુકેશભાઇ મણવર (રહે. સમૃધ્ધી નગર વામ્બે કવાટર રાજકોટ)ને ઝડપી પાડી તમામ પાસે રહેલી રોકડ 85,500 તથા એક કાર મળી કુલ રૂ. કુલ રૂ.2,85000 નો મુદામાલ કબ્જે કરી વીરપુર પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.
વીંછીયામાં જુગાર રમતા પાંચ ઝડપાયા
વીંછીયા પોલીસે ખોડિયાર પરામાંથી જાહેરમાં જુગાર રમી પૈસાની હારજીત કરતા ધાર્મિક જેન્તીભાઇ ઓળકીયા, દર્શન વિજયભાઈ દાવડા, રવિ અરવિંદભાઈ ડાભી, જયેશ રમેશભાઈ રોજશરા, સંજય મનસુખભાઇ ઝાપડિયા (રહે-તમામ વીંછિયા)ને ઝડપી લઇ રોકડ 14570ની મત્તા કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.
લોધીકામાં ચાર પત્તાપ્રેમી ઝબ્બે
લોધીકા પોલીસ સ્ટાફને કોઈએ જાણ કરી હતી કે, આંબેડકર સાહેબના સ્ટેચ્યુ સામેની શેરીમાં કેટલાક શખસો જાહેરમાં જુગાર મરી પૈસાની હારજીત કરી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મુકેશ ખીમજીભાઈ ખીમસુરિયાં, લાધા ટપુભાઈ સિંધવ, જીકા ખેતાભાઈ ચૌહાણ, નાનજી ઓઘણભાઇ ધિયાળને ઝડપી પાડી તમામ પાસે રહેલી રોકડ 12,800ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વધુ એક શખ્સ પાસા હેઠળ જેલમાં ધકેલાયો
April 05, 2025 11:49 AMશ્રીનાથજી દાદા દાણીધારધામ ખાતે મંગળવારે વિષ્ણુ યજ્ઞ
April 05, 2025 11:46 AMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ 24 એપ્રિલના રોજ યોજાશે
April 05, 2025 11:44 AMખંભાળિયા નજીક ટ્રેનની અડફેટે અજાણ્યા યુવાનનું મૃત્યુ
April 05, 2025 11:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech