GPSCની તૈયારી કરનારા ઉમેદવારો માટે સમાચાર, GPSCએ આ બે પ્રિલિમ પરીક્ષા કરી મોકૂફ...

  • October 09, 2023 08:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

GPSCની તૈયારી કરનારા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં GPSCએ આગામી દિવસોમાં લેવાનારી બે પ્રિલિમ પરીક્ષા મોકૂફ રાખી છે. જેમાં સાયન્ટિફિક ઓફિસરની 9 નવેમ્બરે પરીક્ષા યોજાવાની હતી જ્યારે ફિઝિસ્ટ માટેની 26 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાની હતી. જે બે પરીક્ષા GPSCએ મોકૂફ રાખી છે. 




GPSCએ ટ્વીટ કરી આપી જાણકારી 

ગુજરાત જાહેર સેવા આયોગએ માહિતી આપતા જણાવ્યું કે, આયોગ દ્વારા સાયન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ-2 અને ફિઝિસ્ટ પેરામેડીકલ, વર્ગ-2ની અનુક્રમે  તારીખ 9 અને 26 નવેમ્બરે પરીક્ષા યોજાનારી હતી. જે વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પરિક્ષાઓની નવી તારીખ નક્કી થયેથી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application