ગુજરાત સહિત દેશના અનેક રાયોમાં ચોમાસાની તીવ્રતા ઘટી છે અને વિસ્તાર પણ ઘટી ગયો છે. વરસાદની માત્રા અને વ્યાપ નોંધપાત્ર રીતે ઘટી જતા ગરમી વધી ગઈ છે. ચોમાસા પછી શિયાળાના બદલે જાણ સીધો જ ઉનાળો આવી ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્રારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ આસામ અણાચલ પ્રદેશ અને મેઘાલયમાં અત્યારે જે તાપમાન હોવું જોઈએ તેના કરતાં ૫.૧ ડિગ્રી જેટલું વધુ તાપમાન છે. આંધ્ર પ્રદેશ કેરલ તામિલનાડુ પુડીચેરી બિહાર અને અંદામાન નિકોબારમાં સરેરાશ કરતા ૧.૬ થી ત્રણ ડિગ્રી વધુ તાપમાન છે. સમગ્ર દેશમાં સૌથી ઐંચું તાપમાન તામિલનાડુના મદુરાઈમાં ૪૦ ડિગ્રી નોંધાયું છે.
વરસાદની માત્રા અને વ્યાપમાં ઘટાડાનો સિલસિલો છેલ્લા ચાર દિવસથી શ થયો છે. રવિવારે તો રાયના મોટાભાગના વિસ્તારમાં વરસાદની ગેરહાજરી રહેવા પામી હતી. સૌરાષ્ટ્ર્ર કચ્છમાં કયાંય વરસાદનો એક છાંટો પણ પડો નથી. રાયના ૩૦ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ પડો છે પરંતુ તેમાં કયાંય પૂરો એક ઈંચ પણ વરસાદ નોંધાયો નથી. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાયમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં ૨૨ મીલીમીટર નોંધાયો છે.
વરસાદની ગેરહાજરીના કારણે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે, ૩૪.૮ ડિગ્રી સાથે રાજકોટ સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન નોંધાયું છે. ૩૪.૨ ડિગ્રી સાથે ભાવનગર બીજા ક્રમે છે. અમરેલીમાં ૩૩ ભુજમાં ૩૩.૫ જામનગરમાં ૩૧ ઓખામાં ૩૨.૪ નલિયામાં ૩૧ પોરબંદરમાં ૩૨.૮ સુરેન્દ્રનગરમાં ૩૩.૭ અને વેરાવળમાં ૩૨ ડિગ્રી મહત્તમ તાપમાન રવિવારે નોંધાયું છે.
બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેસર છવાયું છે અને તેના કારણે ગુજરાતમાં વરસાદની આશા છે તેવી વાતો થઈ રહી હતી પરંતુ હવામાન વિભાગ આ શકયતા ઉપર પણ પૂર્ણવિરામ મૂકી દે છે. સૌરાષ્ટ્ર્ર કચ્છ કે ગુજરાતમાં અત્યારે સાઈકલોનિક સકર્યુલેશન, ઓફ શોર ટ્રફ કે તે પ્રકારની કોઈ સિસ્ટમ ન હોવાથી આગામી થોડા દિવસો માટે વરસાદની શકયતા નથી.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ હરિયાણા માં સાયકલોનિક સકર્યુલેશન છે. બંગાળની ખાડીની સિસ્ટમના કારણે અમુક રાયોમાં વરસાદની શકયતા છે. પરંતુ તે સંખ્યા મર્યાદિત છે અને દેશના મોટાભાગના રાયોમાં ચોમાસું નબળું પડી ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech