રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુકત પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના અન્ય ભાજપના આગેવાનોએ ગત તા. ૨ અને ૩ના રોજ ગાંધીનગર ખાતે રાયના નાયબ મુખ્યમંત્રી અને અન્ય ભાજપના નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમજ રાજકોટ જિલ્લ ા અને ગ્રામ્ય વિસ્તારના અનેક પ્રશ્ને ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લ ા પંચાયતમાં ભાજપે ૩૬માંથી ૩૪ બેઠકો કબજે કરી પ્રમુખ તરીકે સંજય પીપળીયા અને ઉપપ્રમુખ તરીકે સામત બાંભવાની નિયુકિત કરી દીધી છે. આગામી દિવસોમાં સામાન્ય સભાની પ્રથમ બેઠક મળવા જઈ રહી છે જેમાં અન્ય સમિતિના ચેરમેન સહિતના સભ્યોની નિયુકિત કરવામાં આવનાર છે તે પૂર્વે જ જિલ્લ ા પંચાયતના નવનિયુકત પ્રમુખ અને ઉપપ્રમુખ તા.૨ અને ૩ના રોજ ગાંધીનગર ખાતે ગયા હતા. યાં તેઓ ગુજરાત રાયનાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. એ સિવાય ગાંધીનગર ખાતે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરા, મંત્રી રીવાબા જાડેજા, મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ગ્રામ્ય વિસ્તારનાં વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ઉચ્ચ કક્ષાએથી જરી માર્ગદર્શન પણ મેળવવામાં આવ્યું હતું. આ મુલાકાત પ્રસંગે અન્ય અગ્રણીઓમાં નાગદાનભાઈ ચાવડા, બાબુભાઇ નસીત, ભરતભાઈ ડાભી, વિશાલભાઈ ફાંગલીયા સહિતના જોડાયા હતા