BREAKING NEWS

સલમાન ખાન ફાયરિંગ કેસમાં નવો વળાંક અનમોલ બિશ્નોઈની આત્મસમર્પણની ઈચ્છા

  • July 03, 2026 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનના ઘર 'ગેલેકસી એપાર્ટમેન્ટ' બહાર થયેલા ફાયરિંગ કેસમાં એક મોટો વળાંક સામે આવ્યો છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અને હાલ દિલ્હીની તિહાર જેલમાં બધં અનમોલ બિશ્નોઈએ મુંબઈની વિશેષ મહારાષ્ટ્ર્ર ઓર્ગેનાઈડ ક્રાઈમ કંટ્રોલ એકટ કોર્ટમાં સ્વેચ્છાએ આ કેસમાં સરેન્ડર કરવાની પરવાનગી માંગી છે. આ મામલે સ્પેશિયલ જજ એસ.આર. નવેન્દરે સરકારી વકીલ (પબ્લિક પ્રોસિકયુટર) ને અનમોલ બિશ્નોઈ દ્રારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
અનમોલ બિશ્નોઈએ કોર્ટને લખેલા પત્ર અને અરજીમાં જણાવ્યું છે કે, તે નિષ્પક્ષ સુનાવણી અને ન્યાયના હિતમાં ચાલી રહેલા કેસનો સામનો કરવા માટે પોતાની મરજીથી મુંબઈ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા તૈયાર છે. જોકે, તે હાલમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના કેસમાં તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડી હેઠળ છે, તેથી કોર્ટના સીધા આદેશ વિના તે મુંબઈની અદાલતમાં શારીરિક રીતે હાજર થઈ શકે તેમ નથી. આથી, તેણે જેલ પ્રશાસન નામે એક પ્રોડકશન વોરટં જારી કરવાની માંગ કરી છે, જેથી તેના સરેન્ડરને ઔપચારિક  રીતે નોંધવામાં આવે. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ફાયરિંગ કેસની સુનાવણી પહેલેથી જ શરૂ થઈ ચૂકી છે અને અત્યાર સુધીમાં ૩ સાક્ષીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના ૧૪ એપ્રિલ ૨૦૨૪ ના રોજ બની હતી, યારે મોટરસાઇકલ પર આવેલા બે હુમલા ખોરોએ સલમાન ખાનના ઘરની બહાર અંધાધૂંધ ફાયરિંગ કયુ હતું અને ફરાર થઈ ગયા હતા. મુંબઈ પોલીસે આ કેસમાં કડક 'મકોકા' કાયદો લગાવ્યો હતો અને તપાસમાં સામે આવ્યું હતું કે આ હત્પમલાનું કાવતં લોરેનસ બિશ્નોઈ ગેંગ દ્રારા ઘડવામાં આવ્યું હતું.
આ કેસમાં શૂટર વિક્કી ગુા અને સાગર પાલ ઉપરાંત સોનુ કુમાર બિશ્નોઈ, મોહમ્મદ રફીક ચૌધરી અને હરપાલ સિંહ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે અને તેમની સામે કેસ ચાલી રહ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અનમોલ બિશ્નોઈને ગયા વર્ષે એટલે કે નવેમ્બર ૨૦૨૫ માં અમેરિકાથી ભારત લાવીને ગઈંઅ દ્રારા ધરપકડ કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application