રાજય સરકારના ગૃહ વિભાગમાં ખાલી પડેલી પીએસઆઇ અને ગ્રામરક્ષક દળના જવાનોની ખાલી જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી ભરવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મર્યાદિત સંખ્યા સામે લાખોની સંખ્યામાં અરજી આવી છે અને ત્યારે મોટો ચારણો મારી પ્રથમ તબક્કામાં જ મોટાભાગના ઉમેદવારોને જાણે બહાર કાઢી નાખવાના હોય તેમ પરીક્ષાના નિયમોમાં અને પેપર સ્ટાઇલમાં એટલા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે કે તેની સામે વિરોધ વ્યાપક બન્યો છે. હજુ પરીક્ષાની તારીખ જાહેર થઈ નથી પરંતુ નજીકના ભવિષ્યમાં તારીખ જાહેર થશે અને તે વચ્ચેના સમયગાળામાં આ મામલે વ્યાપક વિરોધ થવાની શકયતા નકારાતી નથી.
અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને તેની પેપર સ્ટાઇલની વાત કરીએ તો જીપીએસસી વર્ગ એક –બે ની પરીક્ષામાં અને નાયબ મામલતદાર તથા ડેપ્યુટી સેકશન ઓફિસરોની પરીક્ષામાં મેથસ રીઝનીંગના માર્ક માત્ર ૧૨.૫% હોય છે. યારે પીએસઆઇની પરીક્ષામાં તે ૧૦૦% અને એલઆરડીની પરીક્ષામાં ૭૫% રાખવામાં આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા લેવાતી પરીક્ષામાં ગણિતનું વેઇટેજ ૧૫ થી ૨૦ ટકા હોય છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ભરતી પરીક્ષામાં આ પ્રમાણ ૧૦ થી ૧૫ ટકા જેટલું હોય છે. નાયબ મામલતદારોનું ફાઇનલ મેરીટ લિસ્ટ વર્ણનાત્મક પેપરના કુલ મળેલા માર્કથી નક્કી થતું હોય છે. કોઈ પેપરમાં ઓછામાં ઓછા ૪૦ ટકા માર્કસ લાવવા તેવી કોઈ જોગવાઈ નથી. પબ્લિક સર્વિસ કમિશન દ્રારા લેવાતી વર્ગ એક– બેની પરીક્ષામાં આવું મેરીટ લીસ્ટ ૬ વર્ણનાત્મક પેપરના અને મૌખિકના કુલ માર્કના આધારે નક્કી થતું હોય છે અને ત્યાં પણ ૪૦ ટકા મિનિમમ માર્ક કોઈ પેપરમાં લાવવાની જોગવાઈ નથી. ત્યારે આગામી દિવસોમાં લેવાનારી એલઆરડીની પરીક્ષામાં એક જ પેપરના પાર્ટ એ અને પાર્ટ બી માં ૪૦ –૪૦ માર્ક લેવાનું ફરજિયાત બનાવાયું છે. પીએસઆઇ ની પરીક્ષામાં પેપર એકમાં પાર્ટ એ બી માં ૪૦% માર્ક લેવાનું ફરજિયાત બનાવાયું છે.
પોલીસ જેવી નોકરીમાં અરજી કરનાર ઉમેદવાર શારીરિક રીતે સક્ષમ અને મજબૂત હોવો અનિવાર્યપણે આવશ્યક છે. પરંતુ આ વખતની પરીક્ષામાં દોડના કોઈ માર્ક રાખવામાં આવ્યા નથી અને આવો બીજો આઘાતજનક નિર્ણય એ છે કે વ્યાકરણ બાબતે પણ પેપરમાં કાંઈ પૂછવામાં નહીં આવે. ચોક્કસ ઉમેદવારને યારે પાસ કરવા હોય કે નાપાસ કરવા હોય ત્યારે ઘણી વખત પેપર ચેક કરનારની મૂનસુફી કામ કરી જતી હોય છે. આવું ન થાય તે માટે શાળા કોલેજથી માંડી સ્પર્ધાત્મક પરીક્ષામાં કયાંય નિબંધના ૧૦ માર્ક થી વધુ રાખવામાં આવતા હોતા નથી. પરંતુ પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષામાં નિબંધના ૩૦ માર્ક રાખવામાં આવ્યા છે તે સામે પણ વાલા દવલાની નીતિ ના આક્ષેપો ભવિષ્યમાં થશે એવું અત્યારથી જ જણાય છે.
પોલીસ સબ ઈન્સ્પેકટર અને લોકરક્ષકદળની ભરતી પ્રક્રિયા માટે જાહેર કરવામાં આવેલ અભ્યાસક્રમોમાં અનેક વિસંગતતા જોવા મળે છે. પીએસઆઈની પ્રાથમિક કસોટીમાં પાર્ટ–'એ' માં જ ૧૦૦ માકર્સનું ગણિત અને રિઝનીગ રાખવામાં આવ્યું છે. જેમાં પાસ થવા માટે ૪૦ ટકા ગુણ લાવવા ફરજીયાત છે. એલઆરડીની પ્રાથમિક કસોટીમાં પાર્ટ–'એ' માં જ ૬૦ માકર્સનું ગણિત અને રિઝનીગ રાખવામાં આવ્યું છે. જેમાં પાસ થવા માટે ૪૦ ટકા ગુણ લાવવા ફરજીયાત છે. ગણિત અને રિઝનીગ વિષય ગુણભાર અંગે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ કરતા અનેક વિસંગતતા જોવા મળી રહી છે. જીપીએસસી વર્ગ–૧૨ ની પરીક્ષામાં ૪૦૦ માકર્સની પ્રિલિમ પરીક્ષામાં મેથ્સ–રીઝનિંગ ૫૦ માકર્સનું છે.એટલે કે ૧૨.૫ % નું વેઇટેજ છે, નાયબ મામલતદાર અને ડેપ્યુટી સેકશન અધિકારીની ૨૦૦ માકર્સની પરીક્ષામાં મેથ્સ–રીઝનિંગ ૨૫ માકર્સનું છે. એટલે કે ૧૨.૫ % નું વેઇટેજ છે., જયારે પીએસઆઈના પેપરમાં મેથ્સ–રીઝનિંગ ૧૦૦ માકર્સનું એટલે કે ૧૦૦ % નું વેઇટેજ છે. જયારે એલ.આર.ડી.ના પેપરમાં મેથ્સ–રીઝનિંગ ૬૦ માકર્સનું એટલે કે ૭૫ % નું વેઇટેજ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષાઓમાં ગણિત વિષય માટે ૧૫ થી ૨૦ % નું વેઇટેજ છે. પંચાયત સેવા પસંદગી મંડળની પરિક્ષાઓમાં ગણિત વિષય માટે ૧૫ થી ૨૦%નું વેઇટેજ છે. નગરપાલિકાઓ–મહાનગર પાલિકાઓની પરિક્ષાઓમાં પણ ગણિત વિષય માટે ૧૦ થી ૨૦% નું વેઇટેજ છે.
અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની જોગવાઈ કરતા પણ વિસંગતતા જોવા મળી રહી છે. નાયબ મામલતદારનું ફાઈનલ મેરિટ ૪ વર્ણનાત્મક પેપરોના કુલ ગુણને લીધે નક્કી થાય છે. કોઈપણ પેપરમાં ૪૦% લાવવા જ તેવી કોઈ જોગવાઈ નથી. પબ્લીક સર્વીસ કમીશન વર્ગ ૧–૨ માં ફાઈનલ મેરિટ ૬ વર્ણનાત્મક પેપરો અને મૌખિકના કુલ માકર્સના આધારે થાય છે, કોઈપણ પેપરમાં ૪૦% લાવવા જ તેવી કોઈ જોગવાઈ નથી, એલઆરડીના એક જ પેપરમાં ભાગ–'એ' અને ભાગ–'બી' બંનેમાં ૪૦% ફરજિયાત લાવવાની જોગવાઈ કરી છે. પીએસઆઈની પરીક્ષામાં પેપર–૧ માં પાર્ટ – 'એ' માં ૪૦% અને પાર્ટ – 'બી' માં ૪૦% ફરજિયાત લાવવાની જોગવાઈ છે, તેમજ પેપર – ૨ માં પણ ફરજિયાત ૪૦% લાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં ૪૦% ફરજિયાત લાવવાની જોગવાઈ બિલકુલ અન્યાય અને અયોગ્ય છે. પીએસઆઇ વર્ણનાત્મક (ગુજરાતી–અંગ્રેજી)પેપરમાં ટોપિકને ફાળવેલ માકર્સની બાબત સામે પ્રશ્નાર્થ છે. ગુજરાતીમાં નિબધં માટે ૩૦ માકર્સ, પરીક્ષક તેની મરજી મુજબ વધારે કે ઓછા માકર્સ આપીને વિધાર્થીઓને અન્યાયકર્તા બની શકે. ભાષાનાં બધાં જ પેપરો તે પછી નાયબ મામલતદાર હોય, જીપીએસસી ૧–૨ નાં હોય કે યુપીએસસીનાં હોય, તેમાં વ્યાકરણનાં હેતુલક્ષી પ્રશ્નો હોય છે જે, પીએસઆઈ પરીક્ષામાંથી કાઢી નાખવામાં આવ્યા છે. કોઈનેય અન્યાય ન થાય તેવા તટસ્થ મૂલ્યાંકન માટે ૭૦ માકર્સના ગુજરાતીના પેપરમાં નિબંધના ૧૦ થી વધુ માકર્સ ન હોવા જોઈએ. તેમજ તટસ્થ હેતુલક્ષી મૂલ્યાંકન માટે ભાષાના પેપરમાં વ્યાકરણના હેતુલક્ષી પ્રશ્નો હોવા જ જોઈએ.
પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીના નવા નિયમો રાયના વિધાર્થીઓને અન્યાયકર્તા છે. દોડના માકર્સ કાઢી નાખવાથી પોલીસ દળમાં મજબૂત અને સશકત ઉમેદવારોની સંખ્યા ઘટશે. પોલીસ સબ ઈન્સ્પેકટરના ગુજરાતી–અંગ્રેજીના પેપરના તટસ્થ મૂલ્યાંકન પર પ્રતિકૂળ અસર ઉભી કરશે.શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે અસમાનતા ઊભા કરનારા છે. રાયના લાખો યુવાનો માટે સ્પર્ધાત્મક પરિક્ષામાં વિસંગતતા દુર કરીને દરેકને સમાન તક મળે તેવી માંગ કરવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech