ગાંધીનગર: જૂના સચિવાલયમાં લાંચ લેતા રાજ્ય વેરા નિરીક્ષક ઝડપાયા

  • March 01, 2025 08:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર: લાંચિયા અધિકારીઓ પર એસીબીનો સકંજો વધુ મજબૂત બની રહ્યો છે. ગાંધીનગરના જૂના સચિવાલયમાં રાજ્ય વેરા નિરીક્ષકની ઓફિસમાં એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. જેમાં સુરેન્દ્રસિંહ પુરોહિત નામના અધિકારી 10,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા.


GST નંબર બદલવા માટે માગી લાંચ:
આરોપી સુરેન્દ્રસિંહ પુરોહિતે ફરિયાદીના GST નંબરમાં ઓફિસનું સરનામું, HSN કોડ અને ધંધાનો હેતુ બદલવા માટે લાંચની માંગણી કરી હતી. શરૂઆતમાં આરોપીએ 50,000 રૂપિયાની લાંચ માગી હતી, પરંતુ રકઝકના અંતે 15,000 રૂપિયામાં સોદો નક્કી થયો હતો.



એસીબીની સફળ ટ્રેપ:
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકું ગોઠવીને આરોપીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. હાલમાં એસીબીએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application