ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીનું જોર વધવા લાગ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 22 માર્ચથી રાજ્યમાં ગરમીનું જોર ફરી વધશે. પવનોની દિશા બદલાતા તાપમાનમાં વધારો થશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19 થી 21 માર્ચ સુધી મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો કે ઘટાડો થશે, પરંતુ 22 માર્ચથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 36 થી 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગતરોજ રાજકોટમાં સૌથી વધુ 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવા અને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશમાં આવવાનું ટાળવા સલાહ આપવામાં આવે છે. હવામાન વિભાગ દ્વારા સમયાંતરે અપડેટ્સ આપવામાં આવશે.
આ રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ
ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech