ગ્રહણ મુકત હશે નવું વર્ષ: ૧ જાન્યુ.થી રાહુ–કેતુ ગ્રહ કરશે નક્ષત્ર પરિવર્તન

  • December 21, 2023 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દરેક વ્યકિત વર્ષ ૨૦૨૩ને વિદાય આપવા અને નવા વર્ષ ૨૦૨૪ને આવકારવા આતુર છે. નવું વર્ષ શ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. લોકોને આ નવા વર્ષ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. લોકો એ પણ વિચારી રહ્યા છે કે નવા વર્ષમાં શું ખાસ હશે, તો ચાલો તમને જણાવી દઈએ કે નવા વર્ષ ૨૦૨૪માં એક પણ સૂર્ય કે ચંદ્રગ્રહણ નહીં થાય. નવા વર્ષમાં ગ્રહો અને નક્ષત્રોનો પણ ખાસ પ્રભાવ રહેશે.


યોતિષ અને વાસ્તુશાક્રીના જણાવ્યા અનુસાર નવા વર્ષમાં ૧ જાન્યુઆરીએ રાહત્પ–કેતુ ગ્રહો નક્ષત્ર બદલશે. રાહત્પ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને કેતુ ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સ્થિતિ અલગ–અલગ પ્રકારના સંશોધનને મહત્વ આપનારી છે. નવા વર્ષ દરમિયાન શિક્ષણ અને સાૈંદર્ય પ્રસાધનોમાં અલગ પ્રકારની સ્થિતિ જોવા મળશે. મેડિકલ જગત અને રાજકીય ક્ષેત્રે ઘણા ફેરફારો થશે. વેપારમાં ગતિ આવશે.


યોતિષાચાર્યના મતે નવા વર્ષમાં ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે આબોહવા અલગ–અલગ રંગો બતાવશે. ઘણી જગ્યાએ વધુ વરસાદ પડે તો ઘણી જગ્યાએ દુષ્કાળ પડી શકે છે. અસામાન્ય વાતાવરણ સ્વાસ્થ્ય પર પણ અસર કરશે. ભૂકંપ, પૂર અને ચક્રવાત જેવી કુદરતી આફતો પણ આવી શકે છે. કેતુ ગ્રહના કારણે બીમારીનો પ્રભાવ પણ વધવાની શકયતા છે.મહત્વનું છે કે વર્ષ ૨૦૨૪માં મંગળ, શનિ અને રાહત્પના પ્રભાવને કારણે વધુ રાજકીય ફેરફારો થઈ શકે છે. દુનિયાના લોકોને ધર્મમાં વધુ આસ્થા રહેશે. લોકો આધ્યાત્મિક રહસ્ય તરફ આગળ વધશે. ઈતિહાસ અને સંસ્કૃતિને જોડીને માનસિક શાંતિ અને યોગ તરફ આકર્ષિત થશે . પ્રાચીન પદ્ધતિઓ અને પરંપરાઓ તરફ વલણ રહેશે.

આ નવા અંગ્રેજી વર્ષની શઆતમાં એવું માનવામાં આવે છે કે ગ્રહો અનુસાર ૬ મહિનામાં બિઝનેસ પોલિસીમાં અલગ–અલગ રીતે બદલાવ આવશે. આંતરરાષ્ટ્ર્રીય અને બહત્પરાષ્ટ્ર્રીય કંપનીઓના પ્રયાસો અને ભારતીય પદ્ધતિસરની બિઝનેસ પરંપરાગત નીતિના આધારે બેરોજગારીની સ્થિતિ ઘટાડી શકાય છે. રાશિચક્રના ચિ઼ો અને ગ્રહોના સંબંધોમાં પરિવર્તનને કારણે વ્યાવસાયિક સ્તરમાં વધારો થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application