હવે 'કલ્કી' આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. 'હનુમાન' આ યાદીમાં 350 કરોડ રૂપિયાના વર્લ્ડવાઇડ કલેક્શન સાથે બીજા સ્થાને છે. હૃતિક રોશન અભિનીત 'ફાઇટર' 337.2 કરોડની કમાણી કરીને આ યાદીમાં ત્રીજા સ્થાને છે.
અત્યાર સુધી હનુમાન વર્લ્ડ વાઈડ 350 કરોડ રૂપિયાની કમાણી કરીને આ વર્ષની સૌથી મોટી ભારતીય ફિલ્મ હતી.
કલ્કિનું વર્લ્ડવાઇડ કલેક્શન
પ્રથમ દિવસ- 191.5 કરોડ
બીજા દિવસે - 107 કરોડ
ત્રીજો દિવસ - 116.5 કરોડ
ચોથો દિવસ - 140 કરોડ
કુલ- 555 કરોડ
વિદેશી રેકોર્ડની વાત કરીએ તો, કલ્કીએ ઓપનિંગ વીકએન્ડમાં વિદેશમાં પણ ચમકી છે.
યુએસ અને કેનેડા - $11 મિલિયન (₹91.81 કરોડ)
ઉત્તર અમેરિકા- $11.2 મિલિયન (93.45 કરોડ)
યુકે - 8.88 લાખ પાઉન્ડ (9.38 કરોડ)
ઓસ્ટ્રેલિયા- 1.65 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર (9.18 કરોડ)
ન્યુઝીલેન્ડ- 1.84 લાખ ન્યુઝીલેન્ડ ડોલર (93.75 લાખ)
જર્મની- 1.44 લાખ યુરો (1.30 કરોડ)
આ ફિલ્મ 2024ની સૌથી મોટી ઓપનિંગ હાંસલ કરી રહી છે. ઓપનિંગ ડે પર ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની છે તો ઉત્તર અમેરિકામાં પ્રથમ સપ્તાહના અંતે સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મનો રેકૉર્ડ પણ પોતાના નામે કર્યો છે, આ ઉપરાંત કેનેડામાં સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મ બની છે.
નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી 'કલ્કી 2898 એડી'નું બજેટ લગભગ 600 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એક્ટિંગની સૌથી વધુ પ્રશંસા કરવામાં આવી છે. આમાં તે અશ્વત્થામાના રોલમાં જોવા મળી રહ્યા છે. વિજય દેવરાકોંડા, એસએસ રાજામૌલી, રામ ગોપાલ વર્મા, દુલ્કેર સલમાન, બ્રહ્માનંદમ અને મૃણાલ ઠાકુર જેવા કલાકારો પણ ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકને આશરો આપનારાનો નાશ કરાશે: મોદી
December 23, 2024 10:55 AMજૂનાગઢ: બી ડિવિઝન પીએસઆઇ પરમારનું તબિયત લથડવાથી મૃત્યુ
December 23, 2024 10:51 AMજૂનાગઢ: ઉબેણ નદીમાં દૂષિત પાણી નહીં અટકે તો ધારાસભ્યની આંદોલનની ચીમકી
December 23, 2024 10:48 AMસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech