વિશ્વભરમાં એચઆઇવીના નવા કેસ અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે. ધ લેન્સેટ એચઆઈવી જર્નલમાં કાશિત થયેલા એક અભ્યાસ મુજબ વિશ્વભરમાં એચઆઈવી ચેપની સંખ્યામાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. અભ્યાસ કહે છે કે એચઆઈવી સંબંધિત મૃત્યુમાં પણ દર વર્ષે 10 લાખનો ઘટાડો થઈ રહ્યો છે. એઇડ્સ રોગ એચઆઇવી વાયરસના છેલ્લા તબક્કામાં થાય છે. એઇડ્સના કારણે રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી જાય છે. આનાથી અન્ય કેટલાક રોગ પણ થાય છે. જે મૃત્યુનું કારણ બની શકે છે.
ધ લેન્સેટ એચઆઈવી જર્નલ અનુસાર, ઘણા દેશોમાં એચઆઈવી સંક્રમણના કેસ સતત ઘટી રહ્યા છે. આ રોગથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર, જે હવે નવા HIV કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ભલે વિશ્વભરમાં એચઆઈવીના નવા કેસ ઘટી રહ્યા છે, પરંતુ 2030 સુધીમાં એઈડ્સના કારણે થતા મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરવાનો સંયુક્ત રાષ્ટ્રનો લક્ષ્યાંક હજુ દૂર છે.
હજુ પણ ચોથા ભાગના દર્દીઓને સારવાર મળી રહી નથી
યુએસ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશનના મુખ્ય અભ્યાસ લેખક હેમવે ક્યુએ જણાવ્યું હતું કે વિશ્વમાં નવા HIV ચેપની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે, હજુ પણ 10 લાખથી વધુ લોકોને દર વર્ષે નવા HIV ચેપ લાગે છે અને HIV સાથે જીવતા 40 મિલિયન લોકોમાંથી એક ક્વાર્ટર સારવાર મેળવતા નથી. ઘણા કિસ્સાઓમાં, લોકો શરૂઆતમાં HIV ના લક્ષણો વિશે જાણતા નથી. જ્યારે આ રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. પછી તે પ્રકાશમાં આવે છે.
આ રોગનો અંત આવતો નથી
એચઆઇવી એ એક વાયરસ છે જે એઇડ્સનું કારણ બને છે. ART ટ્રીટમેન્ટ વડે એચઆઈવીને કાબૂમાં કરી શકાય છે, પરંતુ જો એચઆઈવીના વાયરસ અંતિમ તબક્કામાં પહોંચીને એઈડ્સ બની જાય તો તેનો કોઈ ઈલાજ થઈ શકતો નથી. આજ સુધી HIV વાયરસ સામે કોઈ રસી બનાવવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો ઝડપથી ફેટ બર્ન કરવા માંગો છો, તો ખાલી પેટે ખાઓ આ ફળ
April 02, 2025 05:01 PMદહીંમાંથી બનેલી આ વાનગીઓ ઉનાળા માટે રહેશે બેસ્ટ, સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ જળવાશે
April 02, 2025 04:38 PMઆ 6 લક્ષણો પરથી જાણી શકાશે કે તમારામાં કેલ્શિયમની ઉણપ છે કે નહી?
April 02, 2025 03:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech