ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ? તે મામલે ગરમ માહોલ વચ્ચે ઓબીસી નેતાઓના દિલ્હીમાં આંટાફેરા

  • April 08, 2025 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સહિત દેશભરના મોટાભાગના રાજયોમાં ભાજપના પ્રદેશ પ્રમુખો અને રાષ્ટ્ર્રીય પ્રમુખની નિમણૂકનો મામલો મીડિયામાં અને રાજકારણમાં ભારે ગરમાયો છે. ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે. બરાબર તેવા સમયે જ ગુજરાતમાંથી ઓબીસી સમાજના ટોચના નેતાઓ અને પ્રદેશ પ્રમુખના પ્રબળ દાવેદારોએ દિલ્હીમાં અમિત શાહ, પાટીલ અને નડ્ડા સાથેની કરેલી મુલાકાતને રાજકીય નિરિક્ષકો ભારે મહત્વની ગણી રહ્યા છે.
ભાજપના બંધરણ મુજબ ૩૭ રાયના પ્રદેશ પ્રમુખોમાંથી ઓછામાં ઓછા ૧૯ રાયમાં પ્રદેશ પ્રમુખોની નિમણૂક માટેની પ્રક્રિયા પુરી થઈ હોય ત્યાર પછી રાષ્ટ્ર્રીય પ્રમુખની નિમણૂક થતી હોય છે. હાલ દેશમાં દિલ્હી, હરિયાણા અને ઝારખંડમાં પ્રદેશ પ્રમુખની નિમણૂક માટેની સંગઠન માળખાની ચૂંટણીની જે પ્રક્રિયા પુરી થવી જોઈએ તે થઈ નથી. બાકીના મોટાભાગના રાયોમાં આ પ્રક્રિયા પુરી થઈ ગઈ છે. ૧૪ રાયોમાં ભાજપે પ્રદેશ પ્રમુખોના નામની જાહેરાત કરી છે. આગામી સાહથી ગુજરાત સહિત બાકીના રાયોમાં પ્રદેશ પ્રમુખના નામોની ભાજપ જાહેરાત કરે તેવું રાજકીય નિરિક્ષકો માટે છે અને જણાવે છે કે, આ પ્રક્રિયા પુરી થયા પછી તુરતં રાષ્ટ્ર્રીય પ્રમુખના નામની જાહેરાત થશે.
ગુજરાતમાં ગમે ત્યારે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવા સંકેત હતા પરંતુ ગમે તે કારણોસર આ જાહેરાત થઈ શકી નથી દરમિયાન સૌરાષ્ટ્ર્ર મધ્ય ગુજરાત અને કચ્છના નેતાઓ દિલ્હીમાં ધામા નાખતા મામલો વધુ ગૂંચવાયો હોય તેવું લાગી રહ્યું છે.
એકબાજુ પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે સી. આર. પાટીલ સતત બદલાવનો સંકેત આપી રહ્યા છે ત્યારે હવે કોણ? એ સવાલ ચર્ચાઈ રહ્યો છે. જોકે આ સવાલનો જવાબ કોઈ પાસે નથી કારણ કે ભાજપ હાઈકમાન્ડ હંમેશા સરપ્રાઈઝ આપવા માટે મશહર છે.
આ વખતે પ્રદેશ ભાજપ અધ્યક્ષના સંદર્ભમા પણ વધુ એક વખત સરપ્રાઈઝ સામે આવે તો નવાઈ પામવું નહીં.ભાજપ હાઈકમાન્ડને પ્રત્યેક વખતે નો રિપીટ થિયરી પસંદગીનુ માપદડં છે. અહીં નોંધવું જરી છે કે જે નામુ ચર્ચામાં હોય છે તે તમામ નામો કાપી નાખવામાં આવે છે.
ભારતીય જનતા પાર્ટી દ્રારા પ્રદેશ કક્ષાએથી જિલ્લ ા અને મહાનગરોના પ્રદેશ પ્રમુખ ના નામોની જાહેરાત નું લિસ્ટ લિક થઈ ગયું હતું. જે ભાજપની ગોપનીય બાબતો જાહેર થાય તે પહેલા બહાર આવી છે આંચકા જનક ઘટના બની હતી.
જુલાઈ ૨૦૨૦માં ૧૭ વર્ષ બાદ સૌરાષ્ટ્ર્રને બદલે દક્ષિણ ગુજરાતને ફાળે ભાજપના પ્રદેશ પ્રમુખપદ ગયું હતું. આ વખતે ફરી સૌરાષ્ટ્ર્રના ફાળે પ્રદેશ અધ્યક્ષ પદ જાય તેવા સંકેત છે પરંતુ યાં સુધી જાહેરાત ન થાય ત્યાં સુધી આ વાત માત્ર ચર્ચા જ રહેશે

પ્રદેશ અધ્યક્ષપદે કોણ કેટલો સમય રહ્યો
 ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સૌ પ્રથમ ઉત્તર ગુજરાતના એ. કે. પટેલ વર્ષ ૧૯૮૫ સુધી રહ્યા હતા.
૧૯૮૬થી ૧૯૯૧ સુધી ઉત્તર ગુજરાતના ભાજપના ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલા પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા હતા.
પહેલી વાર દક્ષિણ ગુજરાતના ઓબીસી નેતા કાશીરામ રાણા વર્ષ ૧૯૯૩માં પ્રદેશ પ્રમુખ બન્યા હતા.
ભાજપે ૧૯૯૬માં સૌરાષ્ટ્ર્રના નેતા અને કારડિયા રાજપૂત વજુભાઈ વાળાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા, ત્યાર બાદ ૧૯૯૮થી ૨૦૦૫ સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્ર્રના ક્ષત્રિય નેતા રાજેન્દ્રસિંહ રાણા રહ્યા હતા.રાજેન્દ્રસિંહ રાણા સૌથી લાંબા સમય સુધી સાત વર્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા.
ત્યાર બાદ સૌથી વધુ સમય સુધી એટલે કે છ વર્ષ માટે સૌરાષ્ટ્ર્રના પટેલ નેતા આર.સી. ફળદુ ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા.
જુલાઈ ૨૦૨૦માં ૧૭ વર્ષ બાદ સૌરાષ્ટ્ર્રને બદલે દક્ષિણ ગુજરાતને ફાળે ભાજપના પ્રદેશ પ્રમુખપદ ગયું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application