જાણવા મળતી વિગતો મુજબ, તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ.હરિપરાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન કોન્સ. ઉગાભાઇ બાળા, અક્ષયભાઇ નાથાણી અને નિકુંજભાઇ મારવીયાને મળેલી બાતમીના આધારે જય સરદાર રોડ સાંકેત પાર્ક હવેલી એપાર્ટમેન્ટ પાસેથી એક શખસને શંકાસ્પદ એકટિવા સાથે ઝડપી લીધો હતો.પોલીસે આ શખસની પુછતાછ કરતા તેણે પોતાનું નામ ઉપેન્દ્ર છત્ર બહાદુર બહોરા(ઉ.વ ૨૦ રહે. હાલ લક્ષ્મીના ઢોળા પાસે,રાજકોટ, મૂળ નેપાળ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બાઇકના કાગળો માંગતા આ શખસ ગલ્લા તલ્લા કરવા લાવ્યો હતો. બાદમાં પોલીસે આ વાહનના નંબર પોકેટ કોપ એપમાં સર્ચ કરતા આ વાહન ચોરીનું હોવાનું માલુમ પડયું હતું. જેથી આ શખસની આગવી ઢબે પુછતાછ કરતા તેણે બે મહિના પહેલા જય સરદાર રોડ પર હવેલી એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી આ વાહન ચોરી કર્યાની કબુલાત આપી હતી. જે અંગે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. પોલીસે રૂ. ૨૦ હજારની કિંમતનું આ વાહન કબજે કરી આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહૈદરાબાદે IPLમાં બીજો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, પંજાબને 8 વિકેટે હરાવ્યું
April 12, 2025 11:34 PMLSG vs GT IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિકેટથી જીત્યું ગુજરાતની હાર
April 12, 2025 09:42 PMUS ટેક કંપનીઓને રાહત, ટ્રમ્પે સ્માર્ટફોન, કમ્પ્યુટર્સને રેસિપ્રોકલ ટેરિફમાંથી આપી છૂટ
April 12, 2025 09:15 PMદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech