બોલિવૂડ સિંગર નેહા કક્કર હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે. સિડની બાદ તેણે મેલબોર્નમાં લાઈવ કોન્સર્ટ કર્યો. જો કે, મેલબોર્નના કોન્સર્ટમાં નેહા ત્રણ કલાક મોડી પહોંચી તો ફેન્સ તેના પર ભડકી ગયા અને તેને પાછા જવા માટે કહેતા રહ્યા. નેહા આ દરમિયાન રડી પડી અને તેણે ફેન્સની માફી પણ માંગી.
બોલિવૂડની લોકપ્રિય સિંગર નેહા કક્કર તેના ગીતોથી ફેન્સને દિવાના બનાવી ચૂકી છે. ક્યારેક ઈન્ડિયન આઈડલમાં સ્પર્ધક તરીકે સામેલ થયેલી નેહાએ બાદમાં આ શોને જજ પણ કર્યો હતો. નેહાએ તેના ગીતો અને અવાજથી દેશ દુનિયામાં પોતાની જાતને સાબિત કરી છે. વિશ્વભરમાં નેહા લાઈવ કોન્સર્ટ પણ કરે છે. જો કે, હાલમાં જ એક લાઈવ શો દરમિયાન ફેન્સ નેહા પર ભડકી ગયા અને તેને પાછા જવા માટે કહેવા લાગ્યા.
સોશિયલ મીડિયા પર નેહા કક્કરનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મેલબોર્નમાં લાઈવ કોન્સર્ટ દરમિયાન રડતી જોવા મળી રહી છે. સિંગરે શોમાં ત્રણ કલાક મોડી આવવા બદલ ફેન્સની માફી માંગી હતી. જોકે, ફેન્સ હજુ પણ તેનાથી નારાજ જોવા મળ્યા હતા. વીડિયોમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે આ ભારત નથી ઓસ્ટ્રેલિયા છે. જ્યારે કોઈએ કહ્યું કે નેહા કક્કર પાછા જાઓ.
નેહા કક્કરે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એક લાઈવ શો દરમિયાન મોટી ભૂલ કરી દીધી. શોમાં તે ત્રણ કલાક મોડી પહોંચી હતી. સિંગરની રાહ જોતા જોતા ફેન્સ થાકી ગયા હતા. જ્યારે નેહા પહોંચી ત્યારે ફેન્સના સબ્રનો બંધ તૂટી ગયો અને તેઓ ગુસ્સામાં સિંગર પર ભડકી ગયા. ફેન્સે પાછા જવાના નારા પણ લગાવ્યા. આ બધી બાબતોથી નેહા દુઃખી થઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. જોકે, તેણે ત્રણ કલાક મોડી પહોંચવા બદલ ફેન્સની માફી પણ માંગી. પરંતુ ફેન્સનો ગુસ્સો હજુ પણ શાંત થયો ન હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના વંથલી રેલવે ક્રોસિંગ પાસે અકસ્માત થતા લોકો પાયલોટનું કમકમાટી ભર્યું મોત
March 27, 2025 06:31 PMચૈત્રી નવરાત્રિમાં કરો આ અસરકારક ઉપાયો, મા દુર્ગા તમારા ઘરને ખુશીઓથી ભરી દેશે
March 27, 2025 05:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech