BREAKING NEWS

બેક પોઝ ફોટો લેવા પર ભડકી નેહા ધૂપિયા, પેપરાઝીનો લીધો જોરદાર ક્લાસ

  • July 02, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ સેલિબ્રિટીઝ અને પેપરાઝી એટલે કે મીડિયા ફોટોગ્રાફર્સ વચ્ચેનો સંબંધ હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક બંને વચ્ચે પ્રેમ જોવા મળે છે તો ક્યારેક વિવાદ પણ સામે આવતા હોય છે. હાલમાં જ બી-ટાઉન એક્ટ્રેસ નેહા ધૂપિયા અને પેપરાઝી વચ્ચે થયેલી એક તીખી બોલાચાલી સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બની છે. એક ઇવેન્ટ દરમિયાન પેપરાઝી દ્વારા વારંવાર પાછળ ફરીને પોઝ આપવાની એટલે કે બેક પોઝની માંગ કરવા પર નેહા ધૂપિયાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેણે જાહેરમાં જ ફોટોગ્રાફર્સને આકરા શબ્દોમાં સંભળાવી દીધું હતું.નેહા ધૂપિયા જ્યારે મીડિયા સામે આવી ત્યારે કેટલાક ફોટોગ્રાફર્સે તેને પાછળ ફરીને પોઝ આપવા માટે દબાણ કર્યું હતું. આ વાત પર આકરી નારાજગી વ્યક્ત કરતા નેહાએ કેમેરા સામે જ ગુસ્સામાં કહી દીધું કે, આ બધું બંધ કરો, શું તમને લોકોને રોજ રોજ આ જ બધું જોવું હોય છે, કંઈક તો નવું વિચારો. નેહાએ સ્પષ્ટ કર્યું કે આ પ્રકારના પોઝ માટે વારંવાર દબાણ કરવું એ ખૂબ જ અજીબ અને અયોગ્ય બાબત છે.

આ પહેલીવાર નથી જ્યારે કોઈ અભિનેત્રીએ પેપરાઝીના કેમેરા એંગલ કે પોઝ માંગવાની રીત પર સવાલ ઉઠાવ્યા હોય. અગાઉ પણ ઘણી અભિનેત્રીઓ ખોટી રીતે અને અયોગ્ય એંગલથી ફોટા ખેંચવા બદલ મીડિયા સામે પોતાનો રોષ ઠાલવી ચૂકી છે. તાજેતરમાં જ સુપરસ્ટાર સૈફ અલી ખાને પણ પેપરાઝી કલ્ચર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, આ કલ્ચર આવ્યા પહેલા અમારી જિંદગી ઘણી શાંત અને વધારે સારી હતી.
નેહા ધૂપિયાની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફેન્સ પણ તેના સપોર્ટમાં આવ્યા છે. મોટાભાગના લોકોનું કહેવું છે કે સેલિબ્રિટીઝની પણ એક પર્સનલ લાઈફ અને મર્યાદા હોય છે, જેને મીડિયાએ ઓળંગવી જોઈએ નહીં. ખાસ કરીને મહિલા કલાકારોના ફોટો કયા એંગલથી લેવા તે બાબતે ગરિમા જાળવવી જરૂરી છે અને નેહાના આ કડક વલણની અત્યારે બોલિવૂડમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application