નીરજ ચોપરા બ્રસેલ્સ ડાયમંડ લીગ 2024માં ભાગ લેવા માટે તૈયાર છે. પરંતુ પાકિસ્તાનનો અરશદ નદીમ તેમાં ભાગ લઈ શકશે નહીં.
ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા ફરી એકવાર જોરદાર પ્રદર્શન માટે તૈયાર છે. નીરજ બ્રસેલ્સ ડાયમંડ લીગ ફાઇનલ્સ 2024માં ભાગ લેશે. નીરજની મેચ આવતીકાલ રાત્રે યોજાશે. પરંતુ ટેકનિકલી તારીખ અને દિવસ બદલાશે. પાકિસ્તાનનો અરશદ નદીમ બ્રસેલ્સ ડાયમંડ લીગ માટે ક્વોલિફાય કરી શક્યો નથી. ડાયમંડ લીગ ફાઈનલ માટે એથ્લેટ્સની પસંદગી રેન્કિંગના આધારે કરવામાં આવી છે. ડાયમંડ લીગ રેન્કિંગમાં ટોપ 6માં સ્થાન મેળવનારા એથ્લેટ્સની જ પસંદગી કરવામાં આવી છે. અરશદ ટોપ 6માં સ્થાન મેળવી શક્યો નથી.
નીરજ ચોપરાની સાથે ગ્રેનાડાના પીટર્સ એન્ડરસન અને જર્મનીના વેબર જુલિયન પણ ડાયમંડ લીગની ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેશે. તેથી નીરજને આકરી સ્પર્ધાનો સામનો કરવો પડશે. ડાયમંડ લીગ રેન્કિંગમાં નીરજ ચોથા ક્રમે હતો. તેને 14 પોઈન્ટ મળ્યા હતા. એન્ડરસન પીટર્સ ટોપ પર રહ્યો છે. તેણે 29 પોઈન્ટ મેળવ્યા હતા.
નીરજને વેબર અને પીટર્સ તેમજ ચેક જેકબ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. તે રેન્કિંગમાં ત્રીજા સ્થાને હતો. નીરજની મેચ રાત્રે 1.52 કલાકે શરૂ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાતુશ્રી કેસર ઓર્ગેનિક ફાર્મના લક્ષ્મણભાઈ પટેલની ફાર્મ ટુ હોમ યાત્રા પહોંચી વિદેશ સુધી
December 23, 2024 10:33 AMમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech